અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલા દિવસ પડશે હળવો વરસાદ, જાણો કોણે કરી આગાહી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં બુધવારે બપોર બાદ ક્યાંક છુટો છવાયો તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત, આહવા, ડાંગ, વલસાડના કેટલાક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણમાં કપરાડા, સાપુતારા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભુ થઈ રહ્યું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઇ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. તે સાયક્લોનનું ફોરમેશન 7મી ઓક્ટોબરની આસપાસ થશે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 4-5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. ગુજરાતમાં ગુરુવારે ભુજમાં સૌથી વધુ 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
અમદાવાદ: કેરળ અને અન્ય દરિયા કિનારાના વિસ્તારો ઉપર અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુજરાતનાં 11 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -