ખુશીના સમાચાર: અમદાવાદ સહિત ગુજરાતમાં ક્યારે થઈ શકે છે ધમાકેદાર વરસાદ, જાણો વિગત
નોંધનીય છે કે સુરતમાં આજે સવારે ધમધોકાર વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ પવન સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યના લોકો ગરમીમાં સેકાઈ રહ્યાં છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ હવે લોકોની આતુરતાનો અંત આવે અને તકલીફોમાંથી રાહત મળે તેવા સંજોગો રચાઈ રહ્યાં છે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની બરાબરની એન્ટ્રી થઈ નથી. અલગ-અલગ જગ્યાએ છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા જોકે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચવવાના કારણે ખેડૂતોમાં પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા જ ઉમરગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
આ સિસ્ટમને સક્રિય થતાં આગામી તા. 2થી 5 દરમિયાન સતત સારો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદ થઈ શકે છે. અમદાવમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. શહેરમાં તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.