અમદાવાદ ગેંગરેપ કેસ: આરોપી વૃષભના પરિવારજનોએ શું કર્યો દાવો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃષભના પરિવારજનો બેહુદી વાત કરતા જણાવ્યું હતું કે, પીડિતા પર બળાત્કાર થયો જ નથી અને જો બળાત્કાર થયો હોય તો પીડિતા સાબિત કરીને બતાવે. અમારા પુત્રની નોરપી અને જિંદગી દાવ પર લાગી છે. વૃષભ પીડિતાને ઓળખતો જ નથી.
આ પ્રેમ પ્રકરણમાં વૃષણનો ઉપયોગ થયો છે, વૃષભ નિર્દોષ છે, અમારા પુત્ર વૃષભ સાથે ખેલ ખેલાઈ રહ્યો છે, વૃષભ મોટાભાગના દિવસોમાં અમદાવાદથી બહાર રહે છે તેવો આરોપી વૃષભના પરિવારજનોએ દોવા કર્યો હતો.
વૃષભના ડમી એકાઉન્ટથી મેસેજ થયા હોવાનો અને પુત્ર નિર્દોષ હોવાનો તેના પરિવારજનોએ દાવો કર્યો હતો. જ્યારે પીડિતાનો બળાત્કાર થયો જ નથી તેવો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત વૃષભના પરિવારજનોએ મીડિયા પર પણ આરોપો લગાવ્યા હતાં.
વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, વૃષભ ફરિયાદીને ઓળખતો જ નથી, યામિની અને ગૌરવ તેના ક્લાસમેટ છે. પોલીસે વૃષભને હાજર થવાનું કહ્યું છે, અમારી સાથે સંપર્કમાં નથી.
આરોપી વૃષણ મારૂના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, વૃષભ મારૂને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો છે. જ્યારે ઘટના બની ત્યારે વૃષભ મધ્યપ્રદેશમાં હતો. વૃષભનો સંપર્ક અમારાથી થઈ શક્યો નથી.
વૃષભના પિતાએ જણાવ્યું હતું કે, વૃષભ નોકરીના કામથી મહિનામાં 25 દિવસ બહારગામ રહેતો હોય છે. છેલ્લે તે મંગળવારે ઓફિસના કામે મધ્યપ્રદેશ ગયો છે. પિતાને તો ફરિયાદના બીજા દિવસે ખબર પડી કે વૃષભ પર છેડતીનો નહીં ગેંગરેપનો આરોપ છે. તેમનું કહેવું છે કે ગૌરવ-યામીની વૃષભના મિત્ર હોવાથી તેઓ તેમને ઓળખે છે.
અનિલભાઇ નવરંગપુરામાં એક શેઠની કાર ચલાવીને માસિક રૂ.10 હજાર કમાય છે. વૃષભ ઈન્ટીરિયર ડિઝાઈનિંગ કરી પોણા બે વર્ષથી એક કંપનીમાં નોકરી કરે છે. પરિવાર અત્યારે ભાડાના મકાનમાં રહે છે.
અનિલભાઇએ વૃષભ સાથે ફોન ઉપર વાત કરી તો વૃષભે કહ્યું હતું કે, તે પીડિતાને ઓળખતો પણ નથી. ફેસબુક ઉપરથી વહેતા થયેલા ફોટામાં દેખાતો સ્માર્ટ, હેન્ડસમ અને માલેતુજાર પરિવારનો નબીરો વૃષભ ખરેખર કરોડપતિ પિતાનો પુત્ર નથી, પરંતુ મધ્યમ પરિવારનો છે. લાંભા પૂજા ફાર્મ પાછળ આવેલી રિશિત રેસિડેન્સીમાં વૃષભ, પિતા, માતા અને નાનાભાઈ સાથે રહે છે.
અમદાવાદ: સેટેલાઈટ ગેંગ રેપનો આરોપી વૃષભ મારૂ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા તેના પિતા અનિલભાઇએ જણાવ્યું હતું કે, ગૌરવ, યામિની અને ફરિયાદી યુવતી વચ્ચેના પ્રણય ત્રિકોણમાં મારા દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -