આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે ધોધમાર વરસાદ
અમદાવાદ ઉપરાંત બેચરાજી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, અમરેલી ફરતે ગાઢ સરક્યુલેશન સર્જાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને ફરી એકવાર એલર્ટ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મેહસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, બરોડા, આણંદ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પડી શકે છે. તેવી જ રીતે રાજ્યના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, મહેસાણા અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. મોટા ભાગના ડેમ છલકાઈ ગયાં છે. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના તાલુકાઓમાં વરસાદ થયો જ નથી.