Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્રીય પ્રધાન માંડવિયાને વિદ્યાર્થીએ ક્યો સવાલ પૂછતાં માંડવિયા મૂંઝાઈ ગયા? જાણો વિગત
કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટના પ્રથમ સેશનમાં ડીઝિટલ ઈનટોલરનસ પર ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મહિલાઓનું સન્માન થતું નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા સાથે તમામ પ્લેટફોર્મ પર મહિલાઓનું સન્માન કરવાનું સુચન મિનાક્ષી લેખીએ કરી હતી. ગુજરાત સોશિયલ મીડિયામાં ઉપયોગી કરણનું સૌથી સારૂ પ્લેટફોર્મ હોવાનું કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીએ જણાવ્યું હતું. સેસનમાં લેખીએ ઇનટોલરન્સ વિશે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાંડવિયાએ આ પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો કે, આ મુદ્દો રાજકીય ન બનવો જોઇએ તે પણ સાચી વાત છે. ગુજરાતમાં પ્રોહિબિશનના વર્ષે 5 લાખ કેસ થાય છે. કાયદો કડક બનાવાયા બાદ 39 ટકા કેસ ઓછા થયા છે. પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને સાથે મળીને કામ થવું જોઈએ.
આ પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે, ગેરકાયદેસર દારૂ ઘૂસતો નહીં તેમજ વેચાય નહીં તે માટે થ્રી લેયર સિસ્ટમ ગોઠવી છે. સરકાર તમામ કાર્યવાહી કરી રહી છે છતાં કેટલાક લોકો પોતાના ઘરમાં કે અંદર ખાને દારૂ પીતા હોય છે. આવી સ્થિતિમાં લોકજાગૃતિ આવે તે પણ એટલું જ જરૂરી છે.
હર્ષિત નામના એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, અમે દિલ્હીની પાર્લામેન્ટમાં બોલી નથી શકતા પણ અહીં મોકો મળ્યો છે, કેન્દ્રમાં અને ગુજરાત બંનેમાં તમારી સરકાર છે છતાં ગુજરાતને સંપૂર્ણ ડ્રાય સ્ટેટ કેમ બનાવી શકતા નથી, સૌથી વધુ દારૂ ગુજરાતમાં કેમ વેચાય છે?
અન્ય એક વિદ્યાર્થી ભાર્ગવ ભૂવાએ માંડવિયાને પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે હમણાં જ કહ્યું હતું કે, નશાનું દૂષણ દૂર કરવા માટે સામૂહિક પ્રયાસો થવા જોઈએ, હું આપને પૂછવા માંગુ છું કે, તાજેતરમાં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે રાજકીય મુદ્દો બનાવવાની વાતો કરતા હતા, શું વિપક્ષને પણ આ મુદ્દે સાથે રાખીને કામ ન થઈ શકે?
ગાંધીનગરઃ ગાંધીનગરના ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા યૂથ પાર્લામેન્ટમાં તમાકુ, દારૂ અને ડ્રગ્સ જેવા નશા સામે સરકારની નીતિ અંગેના સેશનમાં વિદ્યાર્થીઓએ ગુજરાતમાં દારૂબંધીની ગુજરાત સરકારની નીતિ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને વેધક સવાલો પૂછ્યા હતા. આ યૂથ પાર્મામેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા એવા સવાલો કરવામાં આવ્યા હતા જે સાંભળીને મનસુખ માંડવિયા મૂંઝાઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -