હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે દાંતીવાડાનું સાતરવાડા ગામ અને ધાનેરા શહેર બેટમાં ફેરવાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દાંતીવાડા અને સિપુમાં દોઢ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. રૂપાણીએ જણાવ્યું કે,27 જુલાઈથી શરૂ થતો નર્મદા મહોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અમે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે વડાપ્રધાન કાર્યાલયના સતત સંપર્કમાં છીએ.
મુખ્યમંત્રી રૂપાણીના કહેવા મુજબ, અત્યાર સુધીમાં બનાસકાંઠામાંથી 1500 અને પાટણમાંથી 500 તેમજ ગાંધીનગર જિલ્લામાંથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ધાનેરા , પાલનપુર, ડીસા સહિતના આસપાસના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો દ્ધારા બચાવ-રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂરને પગલે ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને તમામ પહોંચાડવામાં આવી રહી છે. ડીસા, થરાદ, ધાનેરા, લાખણી અને સુઈ ગામના આશરે 4000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, આણંદ,અમદાવાદ, ખેડા, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સહિતના શહેરોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -