ધોરાજીઃ 14 વર્ષની સગીરાને પિતાના 47 વર્ષના મિત્રે બળાત્કાર કરી બનાવી સગર્ભા, હાઈકોર્ટે ના આપી ગર્ભપાતની મંજૂરી
અમદાવાદઃ ધોરાજીની બળાત્કારનો ભોગ બનેલી 14 વર્ષની સગીરાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત કરવાથી તેના જીવને જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી ના આપતાં તેની હાલત કફોડી થઈ ગઈ છે. સગીરાના પેટમાં 26 સપ્તાહનો ગર્ભ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટ હવે પછીની સુનાવણીમાં છોકરી બાળકને જન્મ આપે ત્યાં સુધી તેનો ખર્ચ ઉઠાવવાનો અને તેને વળતર પણ આપવાનો આદેશ આપી શકે છે. જો કે છોકરીનાં માતા-પિતા સંતાનને સ્વીકારવા તૈયાર નથી. છોકરીનાં માતા-પિતા ખેતમજૂર છે. તેના પિતાના 47 વર્ષના મિત્ર તથા પાડોશી એવા ભવાન છગનભાઈ શેખે તેને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર કરતાં તે સગર્ભા બની હતી. ભવાન હાલમાં જેલમાં છે.
હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો અભિપ્રાય માગ્યો હતો. ડોક્ટરોનો અભિપ્રાય હતો કે છોકરીની ઉંમર નાની છે અને ગર્ભ 26 સપ્તાહનો છે તેથી ગર્ભપાત કરાવવાથી છોકરી તથા સંતાન બંનેના જીવને જોખમ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -