'કટાર' સાથે પરિણીત યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર બીજા પતિને ભરણપોષણ ચૂકવવવા આદેશ
પાંચ વર્ષના સહજીવનમાં તેમને બે પુત્રનો જન્મ થયો હતો. છુટા પડ્યા બાદ સ્ત્રીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી હતી અને કોર્ટે તેના પતિને રૂપિયા 3000 ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને અમાન્ય રાખીને તેનો પતિ હાઇકોર્ટમાં ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઇકોર્ટે જણાવ્યું કે પુરુષ તેની જવાબદારીમાંથી છટકી ન શકે અને કોઇપણ પુરાવા વિના પત્ની પર આડાઅવળા આરોપ ન લગાવી શકે. આ યુગલ રાજકોટ જિલ્લાનું હતું. સ્ત્રી રાજપૂત સમાજની છે, તેના પહેલા લગ્ન વખતે પુરુષ દુર હતો તેથી કટાર સાથે થયો હતા. પાછળથી તે બીજા પુરુષના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઇ હતી. લગ્ન પછી તે રાજકોટમાં સાથે રહેતા હતા.
ભરણ પોષણના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે આવી સ્ત્રીના બીજા લગ્ન અમાન્ય ન ગણી શકાય, કારણે કે તેના પ્રથમ લગ્ન પતિના ખાંડા એટલે કટાર સાથે થયા હતા.
ખાસ કરીને સ્ત્રી તેના પ્રથમ સાસરે ક્યારેય ગઇ જ નથી આથી પતિ-પત્નીના સંબંધોનો સવાલ જ ઉભો થતો નથી. કોર્ટે આ કેસમાં બીજા પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. બીજા પતિએ સ્ત્રીને પાંચ વર્ષના લગ્નજીવન પછી તરછોડી દીધી હતી. આ યુગલને બે બાળકો પણ છે.
અમદાવાદઃ વરરજાની ગેરહાજરીમાં કન્યાના કટાર સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો તેને કાયદાકીય ગણીને કન્યાના બીજા લગ્ન કરતા અટકાવી શકાય કે નહીં એ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
પતિએ દલિલ કરી કે તેની પત્નનીના અગાઉ લગ્ન થઇ ચૂક્યા છે અને તેણીએ આ વાત મારાથી છુપાવી હતી. વળી, સ્ત્રીએ પ્રથમ પતિ પાસેથી છુટાછેડા પણ નહોતા લીધા. પતિએ દલિલ કરી કે તેમના લગ્ન ગેરકાયદેસર ગણાવવા જોઇએ.
સ્ત્રીએ સ્વીકાર્યું કે, તેના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે માત્ર કટાર સાથે થયા હતા. ન્યાયાધિશ એસ.જી.શાહે કોઇપણ પુરાવા વિના હાઇકોર્ટના દરવાજા ખખડાવવા બદલ પુરુષની ઝાટકણી કાઢી હતી. કોર્ટ રજિસ્ટ્રીને પણ પતિને પીટીશન ફાઇલ કરવા દેવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે 3000 રૂપિયા આજના જમાનામાં કોઇ મોટી રકમ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -