પૂર્વ ડીજીપી પી.પી પાંડેને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મળી રાહત, CBI કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરી મંજૂર
પીપી પાંડેને જામીન પર મુક્ત થયા બાદ તેમને સર્વિસમાં પરત લેવામાં આવ્યા અને સરકારે નિવૃત્તિ બાદ તેમને એક્ષટેન્શન આપીને ગુજરાતમાં કારોબારી ડીજીપી બનાવી દીધા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે તેનું એક્ષટેન્શન રદ્દ કરી તાત્કાલિક હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીબીઆઈએ આ એન્કાઉન્ટર ફેક હોવાનું જણાવી તેમાં પી.પી.પાંડેને તેના આરોપી બનાવ્યા હતા. અને ઈશરત જહાં કેસમાં ધરપકડ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નકલી એન્કાઉન્ટર કેસમાં પી.પી. પાંડે 18 મહિનાનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2004માં અમદાવાદના કોતરપૂર વોટર વર્કસ પાસે ઈશરત સહિત ચાર લોકોને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ ચારેય લોકો લશ્કર-એ-તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હોવાનો દાવો ગુજરાત પોલીસે કર્યો હતો.
અમદાવાદઃ પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી છે. પી.પી. પાંડેએ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી જે અરજી સીબીઆઈ કોર્ટે મંજૂર કરી હતી. પી.પી. પાંડે હવે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -