અમદાવાદઃ યુવતી પતિને છોડી પ્રેમી સાથે રહેવા લાગી ને પછી ત્રીજા યુવક સાથે બાંધ્યા સંબંધ, પછી શું થયું?
મળતી માહિતી મુજબ દેત્રોજ કડી રોડ પર ધનાભાઈ છગનભાઈ રાવળ તેમના પત્ની કૈલાશબહેન રાવળ અને ચાર સંતાનો સાથે રહેતા હતા. કૈલાશબહેનના લગ્ન વિરમગામમા થયા હતા પરંતુ પતિ સાથે અણબનાવ બનતા ધાંગધ્રાના એક વ્યક્તિ સાથે મૌખિક કરારથી લગ્ન કર્યા હતા. છેલ્લા દસેક વર્ષથી તે ધનાભાઈ સાથે મૈત્રી કરારથી પતિ પત્નીની જેમ રહેતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ એલસીબીએ સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરીને કનુજી ઠાકોર અને કૈલાશબહેન રાવળની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઊકેલી નાંખ્યો હતો.
રાત્રે પતિ અને બાળકો ઊંઘી જતા કૈલાશબહેને ફોન કરીને કનુજી બોલાવી લીધ હતો. બાદમાં તેણે ધનાભાઈના માથામાં લોખંડની કોશ મારીને તેની હત્યા કરી નાંખી હતી. કૈલાશબહેને અવાજ ન થાય તે માટે ઓશિકાથી પતિનું મોઠુ દબાવી રાખ્યું હતું.
દરમિયાન કૈલાશબહેનને ઘેટાબકરા ચરાવતા મહેસાણાના કનુજી ઊર્ફે વિક્રમ ગાંડાજી છાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે પતિ ધનાભાઈ અવરોધરૂપ હોવાથી પ્રેમી કનુજી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખવાનું કાવતરૂ ઘડયું હતું. જેમાં ૧૭મી ફેબુ્રઆરીની રાત્રે ૧૧ વાગ્યે કનુજી કૈલાશબહેનના ઘર નજીક સીમમાં છુપાઈ ગયો હતો.
અમદાવાદઃ દેત્રોજમાં એક મહિલાએ પ્રેમીની મદદથી પતિનું ઢીમ ઢાળી દીધું છે. પતિની હત્યા બાદ પત્નીએ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં એક જમીન દલાલ સામે શંકા કરીને ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે અમદાલાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરીને મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઊકેલી નાંખ્યો હતો.
જોકે કૈલાશબહેને ખુનનો આરોપ મહનેદ્રસિંહ પર લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જમીન દલાલ મહેન્દ્રસિંહ સોલંકીએ ધનાભાઈની રહેણાંકની જગ્યા અન્ય પાર્ટીને વેચાણે આપી હોવાથી તે ખાલી કરાવવા આ કામ કર્યું હોવાનું કૈલાશબહેને પોલીસને જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -