કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કેટલા ધારાસભ્યોને મળશે ટિકિટ? જાણો વિગત
રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનાર તેજશ્રીબેન પટેલ તેમના મત વિસ્તાર વિરમગામથી ભાજપની સીટ પર ચૂંટણી લડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસી.કે. રાઉલજી ગોધરા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
માનસિંહ ચૌહાણ બાલાસિનોરમાંથી નક્કી મનાય છે.
અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટેની કવાયત તેજ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપી શકે છે. આ ધારાસભ્યો કોણ છે અને તેઓ ક્યાંથી ચૂંટણી લડી શકે છે, તેની વિગતો નીચે પ્રમાણે છે.
પી.આઇ. પટેલ ભાજપની સીટ પર વિજાપુરથી ચૂંટણી લડી શકે છે.
સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ અને જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ મળવાની સંભાવના નથી.
આગામી ચૂંટણીમાં ભાજપમાંથી રાઘવજી પટેલની ટિકિટ પણ ફાઇનલ માનવામાં આવી રહી છે. તેઓ જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અમિત ચૌધરી માણસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. હાલ ભાજપમાં તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -