PGમાં રહેતી યુવતીઓ સાવધાનઃ બાથરૂમમાં ન્હાતી વખતે તમને કોઈ જોતું તો નથી ને? કેવી રીતે કરશો ખરાઇ? જાણો

અમદાવાદ: ગઈ કાલે શહેરના મોટેરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતીના બાથરૂમમાંથી સ્પાઇ કેમેરા મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ કિસ્સો પીજીમાં રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાને છે. ત્યારે આવા સ્પાઇ કેમેરા કે પછી ટ્રાન્સપરન્ટ કાચથી કઈ રીતે બચી શકાય તેની કેટલીક ટિપ્સ અહીં છે. જેનાથી તમે સુરક્ષિત રહી શકશો.
કોઈ શોપિંગ મોલના ચેન્જિંગ રૂમમાં તો ક્યારેક કોઈ પબ્લિક ટોયલેટ કે હોટલના વોશ રૂમમાં મહિલાઓના ન્હાતા અને કપડા બદલતાં વીડિયોના સમાચાર અવાર-નવાર આવતાં હોય છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આવી ઘટનાઓથી બચી શકાય છે. જો મિરર અને આંગળી વચ્ચે સ્પેસ દેખાતી હોય તો તે નોર્મલ મિરર છે. જો સ્પેસ ન હોય તો તે ટૂ-વે મિરર છે.
ફેસને મિરર પાસે લાવો અને બંને હાથથી આંખો પર આવતી લાઇટને બ્લોક કરો. આ સ્થિતિમાં ટૂ-વે મિરર સામે બાજુ જોવાનું આસાન થઈ જાય છે.
મિરર પર નોક કરો. જો મિરર સામાન્ય અવાજ કરે તો તે નોર્મલ છે. ટૂ-વે મિરર હશે તો તેનો અવાજ ગૂંજશે.
લાઇટ ઓફ કરીને સ્માર્ટફોનની ફ્લેશલાઇટથી મિરર પર નજીકથી નજર નાંખો. ટૂ-વે મિરર હશે તો બીજી બાજુ તમે જોઇ શકશો.
ટૂ-વે મિરરમાં બીજી તરફ સ્પષ્ટ જોઇ શકાય તે માટે લાઇટ દસ ગણી બ્રાઇટ હોય છે. આ લાઇટને ડીમ કરીને મિરરની બીજી તરફ જોઇ શકાય છે.
દિવાલ પર ફિટ મિરર ટૂ-વે હોઇ શકે છે. તેમાં ગ્લાસના પીસને માઇક્રો પેન નામના વિશેષ પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જે મિરર જેવો દેખાય છે પરંતુ બીજી તરફથી પણ તમે સ્પષ્ટ જોઇ શકો છો
મિરરની નજીક જઈને જુઓ. જો તમારી ઇમેજમાં થોડો પણ ચેન્જ જોવા મળે તો તે ટૂ-વે મિરર હોઇ શકે છે. બે મિરર હોવાના કારણે આમ થાય છે.