400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ભાજપના ટોચના કયા બે નેતાને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું, જાણો વિગત
સ્પેશિયલ કોર્ટના આદેશ સામે સોલંકીએ હાઇકોર્ટમાં રિટ કરી રજૂઆત કરી હતી કે આ ફરિયાદ બદઈરાદાથી કરવામાં આવી છે. ઉપરાંત તેઓ જો રાજ્યમંત્રી કોર્ટ સમક્ષ હાજર થશે તો જાહેર હિતને પણ નુકસાન થશે. ઉપરાંત સ્પેશિયલ જજે આપેલો આદેશ ભૂલભરેલો હોવાની રજૂઆત પણ કરી હતી. હાઇકોર્ટે આ દલીલ ફગાવતા નોંધ્યું છે કે મંત્રી તરીકે તેઓ કોર્ટ સમક્ષ હાજર થશે તો જાહેર હિતને કોઈ નુકસાન નહીં થાય. સ્પેશિયલ જજની સત્તા અંગે હાઇકોર્ટે નોંધ્યું છે કે સ્પેશિયલ જજને પોલીસ અધિકારી કે અંગત ફરિયાદના ધારે પગલાં લેવાની સત્તા છે. ઉપરાંત તેને કોઈ સૂત્ર કે શંકા દ્વારા કોઈ પગલાં લેવા હોય તો પણ લઈ શકે છે. કાયદા દ્વારા તેને વિશિષ્ટ સત્તા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વર્ષ 2008માં માછીમારી માટે તળાવોનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તે વર્ષે ફિશરીઝ માટેના તળાવોના કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર જ આપી દેવામાં આવ્યા છે. તેથી તેણે આ અંગે વધુ માહિતી મેળવી સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે જુલાઇ 2008માં તેને જાણવા મળ્યું હતું કે તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી ફિશરીઝ તળવાનો કોન્ટ્રક્ટ ટેન્ડર વગર આપી રહ્યા છે. કોન્ટ્રક્ટ લેવામાં જે પણ વ્યક્તિ કે કંપનીને રસ હોય તેને પરસોત્તમ સોલંકી તેમની સરકારી ઓફિસ અને ઘરે બોલાવી મીટિંગ કરતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદીનો છે. 58 કોન્ટ્રક્ટ માટે સાલંકીએ કુલ રૂપિયા 11 કરોડની લાંચ લીધી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ફરિયાદીએ આ તમામ ૫૮ કોન્ટ્રાક્ટ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તમામ કોન્ટ્રાક્ટ રદબાતલ ઠેરવ્યા હતા. કોન્ટ્રાક્ટ ગેરકાયેદે રીતે અપાયેલા હોવાનું હાઇકોર્ટ સમક્ષ આવતા આ કોન્ટ્રાક્ટ ફાળવણીની વધુ તપાસ માટે સ્પેશિયલ કોર્ટે આદેશ આપ્યો હતો.
વર્ષ 2012માં આ કેસની તપાસ ગાંધીનગરના તત્કાલિન જિલ્લા પોલીસ વડાને અપાઈ હતી. જો કે આ અધિકારીએ વધુ તપાસનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ ન કરી દરેક સુનાવણીમાં વિવિધ કારણો રજૂ કર્યા હતા. મંત્રી 2012ના વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હોવાથી મળી રહ્યા નથી તેવું કારણ તેઓ આપતા રહ્યા હતા. તેથી ફરિયાદીએ આ તપાસ સી.બી.આઈ.ને આપવામાં આવે તેવી અરજી હાઇકોર્ટમાં કરી હતી.
સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર ન થવું પડે તે માટે સોલંકીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને માગણી કરી હતી કે તેમના વિરુદ્ધ ક્રિમીનલ ઇન્કવાયરી ન થવી જોઈએ.જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ રિટ ફગાવી છે અને અવલોકન નોંધ્યું છે કે ફરિયાદમાં કરાયેલા આક્ષેપો ખૂબ ગંભીર છે તેમજ અવગણી ન શકાય તેવા છે. આ કેસમાં સોલંકીને મળેલી વચગાળાની રાહતો પણ આ આદેશ દ્વારા પૂર્ણ થઈ છે.
વર્ષ 2012માં આ કેસની તપાસ ગાંધીનગરના તત્કાલિન જિલ્લા પોલીસ વડાને અપાઈ હતી. જો કે આ અધિકારીએ વધુ તપાસનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ ન કરી દરેક સુનાવણીમાં વિવિધ કારણો રજૂ કર્યા હતા. મંત્રી 2012ના વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હોવાથી મળી રહ્યા નથી તેવું કારણ તેઓ આપતા રહ્યા હતા. તેથી ફરિયાદીએ આ તપાસ સી.બી.આઈ.ને આપવામાં આવે તેવી અરજી હાઇકોર્ટમાં કરી હતી.
અમદાવાદઃ રૂપિયા 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ભાજપના ટોચના બે નેતાઓને પંદર દિવસમાં કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરૃધ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જેની તપાસમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી છે. સ્પેશિયલ કોર્ટે બન્ને નેતાઓને હાજર થવાનો આદેશ કર્યો હતો અને ક્રિમીનલ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો.
મામલો ફરી હાઇકોર્ટમાં પહોંચતા સ્પેશિયલ કોર્ટે એન્ટિ કરપ્શન બ્યુરોને તપાસ સોંપી હતી અને આદેશ કર્યો હતો કે પોલીસ ઇન્સપેક્ટરથી ઉંચો રેન્ક ધરાવતા અધિકારીને આ તપાસ સોંપવામાં આવે. વર્ષ 2014માં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે સોલંકી ઉપરાંત પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય સરકારના પાંચ ઉચ્ચ અધિકારીઓ પણ આ ફરિયાદમાં સંડોવાયેલા છે. ઉપરાંત આ ગેરરીતિના કારણે રાજ્યની તિજોરીને રૂપિયા 400 કરોડનું નુકસાન થયું છે. 12-8-2015ના રોજ સ્પેશિયલ જજે તારણ મેળવ્યું હતું કે અહેવાલમાં રજૂ કરાયેલા પુરાવાઓ અને વિગતો સાતેય વ્યક્તિ વિરૃધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પૂરતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -