અમદાવાદઃ લગ્નેત્તર સેક્સસંબંધથી જન્મેલા પુત્રનું બર્થ સર્ટી પત્નીના હાથમાં આવી જતાં શું થયું?
અમદાવાદઃ શહેરના નોબલનગર વિસ્તારમાં યુવકના લગ્નત્તર સંબંધથી અન્ય યુવતીને પુત્રનો જન્મ થયો હતો. ત્યારે આ યુવકની પત્નીના હાથમાં બાળકનું બર્થ સર્ટિફિકેટ આવી જતાં સમગ્ર મામલો મહિલા પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે યુવકની પત્નીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતાની ફરિયાદ પ્રમાણે મુંબઇના અંધેરી ઇસ્ટમાં રહેતી 24 વર્ષીય શારદાનાં લગ્ન વર્ષ 2010માં કુબેરનગર વિસ્તારમાં રહેતા અનિલ રાઠોડ સાથે થયાં હતાં. લગ્નનાં બે વર્ષ પછી શારદાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મ પછી અનિલ પરિવાર સાથે નોબલનગર સ્થિત નવી વસાહતમાં રહેવા માટે આવી ગયો હતો. જ્યાં દીપિકા નામની યુવતી સાથે અનિલને પ્રેમ થયો હતો.
આ અંગેની જાણ શારદાને થતાં તેણે અનિલ અને દીપિકા અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શારદાને દીપિકાની કૂખે જન્મેલા બાળકનું બર્થ સિર્ટિફકેટ મળી ગયું હતું. આ બર્થ સિર્ટિફિકેટમાં પિતાના નામ તરીકે અનિલ રાઠોડનું નામ હતું. શારદા અને અનિલના છૂટાછેડા થયા નથી. છતાંય અનિલે દીપિકા સાથે બીજાં લગ્ન કરી લીધાં હતાં. ત્યારે શારદાએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
પતિના પ્રમેસંબંધની જાણ શારદાને થઈ જતાં તેણે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકરાર પછી વકરતાં એક વર્ષ પહેલા અનિલે શારદાને ઘરમાંથી કાઢી મૂકી હતી. દરમિયાનમાં દીપિકાએ જુલાઇ 2016માં બાળકને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, આ પછી અનિલે દીપિકા સાથે લગ્ન કરી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -