✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં 1 હજાર ઈલેક્ટ્રિક બસ અને 30 હજાર ઈ-રિક્ષા દોડાવાશે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2019 08:58 AM (IST)
1

અમદાવાદ: વર્ષ 2019-20 માટે રજૂ કરાયેલા 7,509 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદને સ્માર્ટની સાથે ચોખ્ખું બનાવવા માટે અનેક પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. જેમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે સાબમરતી નદીને સાફ કરવાની તેમજ અમદાવાદને પ્રદૂષણ મુક્ત બનાવવા ઈલેક્ટ્રીક રિક્ષા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

2

મ્યુનિ. કમિશનર વિજય નહેરા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટનું કદ ગત વર્ષના બજેટ કરતાં 1009 કરોડ રૂપિયા વધ્યું છે. કોર્પોરેશને પિરાણાના કચરાના ડુંગરથી સર્જાતા પ્રદૂષણને અટકાવવું પોતાની સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. બજેટમાં 2020 સુધીમાં અમદાવાદમાં એક હજાર જેટલી ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું પણ આયોજન છે.

3

આ ઉપરાંત આવતાં નાણાંકીય વર્ષમાં જ અમદાવાદમાં 30,000 જેટલી ઈ-રિક્ષા દોડતી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા રૈન બસેરામાં રહેતા ઘરવિહોણા લોકોને એક સમયનું ભોજન આપવા માટેની પણ જાહેરાત કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં 1 હજાર ઈલેક્ટ્રિક બસ અને 30 હજાર ઈ-રિક્ષા દોડાવાશે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.