તમારા વાહનમાં છે ફેન્સી નંબર પ્લેટ તો થઈ જાવ સાવધાન, જાણો શા માટે
રાજ્ય સરકારે ફરજિયાત HSRP લગાવવાનો પરિપત્ર કર્યો છે, પરંતુ જાન્યુઆરી, 2013થી HSRPનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી લઇ આજ સુધી સંખ્યાબંધ વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ જોવા મળી રહી છે. ખુલ્લેઆમ કાયદના થતાં ઉલ્લંઘન સામે તંત્ર પણ નબળું સાબિત થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં એચએસઆરપી નંબર પ્લેટ જેવી જ દેખાતી અનાધિકૃત નંબર પ્લેટ લગાવી વાહન હંકારતા વાહનચાલકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે અને જરૂર પડ્યે વાહન ડિટેઈન પણ કરવામાં આવશે.
જોકે ઘણાં લોકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવ્યા બાદ તે કઢાવી નાંખી ફેન્સી નંબર પ્લેટ લગાવતા હોય છે. જોકે હવે આ રીતે અનાધિકૃત નંબર પ્લેટ લગાવી ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે.
રાજ્યમાં નવા નોંધાતા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત લગાવવાનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેને પગલે હવે તમામ નવા નોંધાતા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ થાય ત્યાર બાદ જ તેમને આરસી બુક આપવામાં આવે છે. જેથી વાહન ચાલકોને ફરજિયાત એચએસઆરપી નંબર પ્લેટ જ લગાવવી પડે છે.
આરટીઓના અધિકારીના જણાવ્યાનુસાર ફેન્સી નંબર પ્લેટ લગાવનાર વાહનોને ડીટેઇન કરવાની કાર્યવાહી કરાશે. વાહનચાલકોને નિયમ મુજબ HSRP નંબર પ્લેટ માટે તાકીદ કરાય છે. જો તેમ નહીં થાય તો વાહન ડીટેઇન કરી દંડ કરાશે. બુધવારે આરટીઓ વિભાગે કડક ઝુંબેશ હાથ ધરી હતી.
HSRPની સુરક્ષાના સરકારના દાવાને પોકળ સાબિત કરતા અહેવાલ બાદ બુધવારે આરટીઓ વિભાગે કડક કાર્યવાહી કરી નિયમ વિરૂધ્ધ નંબર પ્લેટ લગાવનાર વાહન ચાલકોને પકડી દંડાત્મક કાર્યવાહી કરી હતી. અંદાજે દસ જેટલા વાહનોને દંડ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -