બીટકોઈન કેસમાં ભાજપના આ ભૂતપૂર્વ ધારાસભ્ય ફરતે કસાસે ગાળીયો? જાણો વિગત
શૈલેષ ભટ્ટ મુક્ત થતાં હવાલાના કબુલેલા નાણાં પોલીસ ઇન્સપેક્ટરને આપવાનો ઈન્કાર કરતા ભવિષ્યમાં અમરેલી પોલીસ આ કિસ્સામાં હેરાન ન કરે તે માટે સમાધાનના હેતુથી અરજદાર શૈલેષ ભટ્ટે સુરતથી પોતાના મિત્ર મારફતે અમરેલી પોલીસ ઈન્સપેક્ટર પટેલને સમાધાન પેટે રૂ. 78.50 લાખ આપવા માટે મોકલવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં સંડોવાયેલા તમામ સામે ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને સમગ્ર ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક આર્થિક ગુના નિવારણ શાખા સી.આઇ.ડી. ક્રાઇમ કરી રહી છે. પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, તેમની સંડોવણી જણાશે તો વર્તમાન સરકાર દ્વારા કડક હાથે કામ લઈ કોઇને પણ બક્ષવામાં આવશે નહીં.
ગાંધીનગર: બિટકોઈન કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે બિટકોઈન કેસમાં ભાજના ભૂતપૂર્વ ધારાસભ્ય ફરતે ગાળીઓ કસાઈ શકે છે. બિટકોઈન પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ જો તેમની સંડોવણી બહાર આવશે તો તેમને પણ બક્ષવામાં આવશે નહીં, એમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આ અંગે પોલીસ કેસ નહીં કરવા અને પોલીસની કાર્યવાહીમાંથી છુટકારો મેળવવા બીજા વધુ 32 કરોડની માંગણી કરતા અરજદારે પી. ઉમેશ આંગડીયા પેઢી મારફતે 32 કરોડનો હવાલો આપવાનું નક્કી થતાં પોલીસ ઈન્સપેક્ટર પટેલે અરજદાર શૈલેષ ભટ્ટને મુક્ત કર્યો હતો.
રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનાની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 11 ફેબ્રુઆરી 2018ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર પટેલ તેમજ 9 પોલીસ કર્મચારીઓએ ત્રણ સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટ, ડ્રાઈવર મહિપાલ અને ભાગીદાર કિરીટ પાલડીયાને ગાંધીનગરના નિધી પેટ્રોલપંપથી અપહરણ કરીને દહેગામ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મ ઉપર લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક 200 બીટકોઈન પોલીસ ઈન્સપેક્ટર પટેલે તેના વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની અરજદાર શૈલેષ ભટ્ટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.
આ તપાસ માટે પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની કરાયેલી રચનામાં ડી.વાય.એસ.પી. સહિત પોલીસ ઈન્સપેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર કેસનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષક દિપાંકર ત્રિવેદીને સોંપવામાં આવ્યું છે.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર અને તેના કર્મચારીઓ દ્વારા શૈલેષ ભટ્ટ તથા તેમના ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક 200 બિટકોઈન ટ્રાન્સફર કરવા તેમજ સમાધાન કરવા વધુ 32 કરોડની માંગણી કરી હતી. આ કેસમાં સંકડાયેલ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ તેમજ 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ન્યાયિક તપાસ સાથે ગુનેગારોને ઝડપી સજા મળે તે હેતુથી આ કેસની તપાસ માટે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં SITની રચના કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -