ઈન્ટરનેશનલ ગેમ્સમાં ગુજરાતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનારો સુરતી હરમીત દેસાઈ કોણ છે? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, હરમીતની જીદ હતી કે, ટેબલટેનિસમાં વિશ્વમાં નામના મેળવવી છે. હરમીતે એટલો સંઘર્ષ પણ કર્યો અને સફળતાને આંબી શક્યો. જોકે, મારો હરમીત ઝંપીને બેસવાનો નથી, તેનું સપનું તો કૉમનવેલ્થ અને ઓલમ્પિકની સ્પર્ધામાં રમવાનું અને જીતવાનું છે તેમ કહેતા હરમીતના પિતા રાજુલે ઉમેર્યું હતું કે, હરમીતે 8 વર્ષની ઉંમરે જ અંડર-૧૦નું સ્ટેટ લેવલનું ટાઇટલ મેળવ્યું હતું. અત્યાર સુધીમાં 150 થી વધુ મેડલ તેણે મેળવ્યા છે. હવે તો અમે મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરમીતે સાડા પાંચ વર્ષની ઊંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. બે-અઢી વર્ષમાં તો તેઓ સ્ટેટ અને પછી નેશનલ લેવલે રમવા લાગ્યા હતા. 14 વર્ષ સુધી તેમના પિતા તેમના કૉચ હતા અને મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનર તરીકે હરમીતને પ્રૉત્સાહિત કરતાં રહ્યાં હતા.
હરમીત મૂળ ગુજરાતના સુરતનો વતની છે અને હરમીત ઓએનજીસીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. ગૉલ્ડ જીત્યા બાદ હરમીતે કહ્યું કે, સોમવારે સવારે સિંગાપોર સાથેની સેમી ફાઇનલનું ખૂબ જ ટેન્શન હતું, પણ સેમી ફાઇનલ જીત્યા પછી અમારો આત્મવિશ્વાસ વધી ગયો, એ પછી ફાઇનલમાં પણ અમે સરળતાથી જીતી ગયા હતા. સેમી ફાઇનલ જીત્યા એટલે ભારતનો મેડલ તો પાક્કો જ હતો, પણ અમારે ગોલ્ડ મેડલ જ જોઇતો હતો.'
કૉમનવેલ્થમાં ગૉલ્ડ મેડલ વિજેતા હરમીતના મમ્મી અર્ચનાએ જણાવ્યું હતું કે, હરમીતના પિતા રાજુલને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ છે, એટલે હરમીત 6 વર્ષનો હતો ત્યારથી જ ટેબલ ટેનિસ રમવા માંડયો હતો. પછી તો દિવસો અને વર્ષો ટીટીને સમર્પિત કરી દીધાં હતાં. આજે હરમીતે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યની સાથે દેશનું પણ નામ કોમનવેલ્થમાં રોશન કર્યું છે. જેનો આનંદ ન વ્યક્ત કરી શકાય તેવો હોવાનું તેણીએ વધુમાં કહ્યું હતું.
ત્યારબાદ હરમીતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ સૌથી પહેલા 15 વર્ષની ઉંમરે સ્વીડન જવાની તક મળી બાદમાં ત્યાંથી અંતરરાષ્ટ્રિય તાલીમ મળવાની શરૂઆત થઈ. ખેલજગતમા રફાલ નડાલ હરમીતનો આદર્શ છે. બોલિવૂડમાં શાહરુખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમની મનપસંદ વ્યક્તિઓ છે.
તેના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી છે. હરમીતના પિતા રાજૂલ દેસાઇ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. માતાપિતા બન્ને સુરતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલનું સંચાલન કરે છે. એ જ્યારે સ્કૂલેથી પાછા આવતા ત્યારે સાંજે હરમીત સાથે ટેબલ ટેનિસ રમતા હતા.
સુરતી હરમીતને ટેબલ ટેનિસ સિવાય મૂવીઝ જોવાનો, વાંચવાનો અને મ્યૂઝિક સાંભળવાનો ઘણો શોખ છે. સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ ઉપરાંત ચેસ અને બેડમિન્ટન રમવું પણ તેને ખુબ ગમે છે. હરમીતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(એચઆર)નો અભ્યાસ કર્યો છે.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને જી. સાથિયાનની જોડીએ નાઇજીરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના ગૉલ્ડકૉસ્ટ ખાતે રમાઇ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ પાંચમો દિવસ ખુબ સારો રહ્યો, આ દિવસે ભારતે વધુ 6 મેડલ જીતી 18 મેડલ સાથે ત્રીજા નંબર પર પોતાની પૉઝિશન બનાવી લીધી હતી. આ સાથે ગુજરાતનું ગૌરવ પણ વધ્યું હતું. ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને જી.સાથિયનની જોડીએ નાઇજીરિયાને 3-0થી હરાવીને ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, આ જીતની સાથે ગુજરાતને ઇન્ટરનેશનલ ગેમ્સમાં પહેલો ગૉલ્ડ મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -