ગુજરાતના દરિયામાંથી પકડાઇ પાકિસ્તાની બોટ. 9 ક્રૂ મેંબરની કરાઇ ધરપકડ
દરિયાઇ સુરક્ષા બળના પીઆરઓ વિંગ કમાંડર અભિષેક મતિમાને કહ્યું છે કે, 'સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સમુદ્રની જ્યાં ભારતીય તટરક્ષક બળોના જહાજ અને એરક્રાફ્ટ તેનાત કરવામાં આવ્યા છે. ત્યાં ભારતીય તટરક્ષક બળોના જહાજ સમુદ્ર પાવકે સવારે 10:15 વાગે 9 ક્રૂ મેંબર સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં 2008માં થયેલા હુમાલામાં આતંકવાદી ગુજરાતના રસ્તે આવ્યા હતા. ઉરી હુમાલા અને ભારત તરફથી કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક બાદ ભારત તરફથી દરિયાઇ સુરક્ષામાં વધારો કવરામાં આવ્યો છે.
અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે સવારે ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. પોરબંદર ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા અનુસાર અથોરિટી દ્વારા બોટનો પીછો કરવામાં આવ્યો હતો જેમા 9 ક્રૂ મેંબર સવાર હતા. આ 9 ક્રૂ મેંબરની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૂઆતની તપાસમાં એવા સંકેત મળી રહ્યા છે કે, બોટમાં સવાર લોકો માછીમાર હોય શકે છે. જોકે આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં નથી આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -