અમદાવાદ: બિલ્ડીંગ પરથી પડેલો સળિયો નીચે ઉભેલા યુવાનના માથામાંથી ગળા સુધી આરપાર થયો
હોસ્પિટલનાં ડોક્ટરનાં જણાવ્યાં મુજબ, યુવાનને હોસ્પિટલમાં લવાયો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવાનના માથાની આરપાર થયેલો સળિયો લાંબો હોવાથી કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેલા કટર મશીનથી સળિયો કાપીને તાત્કાલિક યુવાનને વીએસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાં હાજર સૌ કોઈ આ ઘટના જોઈને ચોંકી ગયા હતાં.
એલ. જે. કોલેજ પાસે મોટીફની કન્સટ્રક્શન સાઈડ ચાલી રહી છે. શનિવારે સાંજનાં લગભગ 5 વાગ્યાની આસપાસ બિલ્ડીંગ નીચે 25 વર્ષીય સુશીલ વિશ્વકર્મા નામનો યુવાન ઊભો હતો. તેવામાં અચાનક બિલ્ડીંગનાં છઠ્ઠા માળેથી એક લોખંડનો સળિયો પડ્યો હતો, જે તેના માથાનાં ભાગે ઘુસીને ગળાને આરપાર થઈ ગયો હતો.
અમદાવાદ: અમદાવાદની એલ. જે. કોલેજ પાસેની એક કન્સટ્રક્શન સાઈટની બિલ્ડીંગનાં છઠ્ઠા માળેથી લોખંડનો સળિયો નીચે પડતાં યુવાનનાં માથાથી ગળા સુધી આરપાર થઈ ગયો હતો. જે જોઈ હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ન્યુરો સર્જરી વિભાગના સર્જનની ટીમે ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોનાં જણાવ્યાં મુજબ, યુવાનની હાલત અત્યંત ગંભીર છે છતાં તેને બચાવવાનાં તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -