✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'મારા ઘરને પોલીસે ઘેરી લીધું છે, મકાન ખાલી કરાવવા મકાન માલિક પર દબાણ કરાવાય છે....'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Aug 2018 12:51 PM (IST)
1

હાર્દિકના દાવા અનુસાર તેને નજરકેદની સ્થિતિમાં મુકી દીધો છે. જોકે હાર્દિક કોઈપણ ભોગે 25મીએ ઉપવાસ કરશે. આમ હવે 25 ઓગસ્ટે શું થશે તેને લઈને દ્વીધા ઉભી થઈ છે.

2

હાર્દિકે દાવો કર્યો કે, મને ઉપસાવ કરતો અટકાવવા માટે મારા ઘરની ચારે બાજુ પોલીસ ખડકી દેવામાં આવી છે. મારા ઘરે આવતા જતા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મારા ઘરમાં થીત ગતિવિધિઓ પર આડકતરી રીતે નજર રાખવામાં આવે છે.

3

હાર્દિક સરકાર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, હાલ વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા મારા મકાનમાં રહું છું. સરકાર અને પોલીસ તે મકાનના માલિક પર દબાણ કરીને મને ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવે છે. ગઈકાલે જ મકાન માલિકે મને આવીને કહ્યું હતું કે, ભાડા કરાર હજુ ચાલુ છે, તેથી હું તમને મકાન ખાલી કરાવવા માટે કહી ન શકું, પરંતુ મારા પર મકાન ખાલી કરાવવાનું દબાણ હોવાથી હું તમને કહેવા આવ્યો છું કે બે મહિના બાદ તમારે મકાન ખાલી કરવું પડશે અને જો મારા પર વધારે દબાણ આવશે તો હું તમને તાત્કાલીક મકાન ખાલી કરવા માટે કહીશ.

4

અમદાવાદઃ પાસના મુખ્ય કન્વીર હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર બેસવાના છે. જોકે હાર્દિકને ઉપવાસ કરતાં અટકાવવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે. હાર્દિક પટેલે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. હાર્દિક મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, સરકાર મને ઘરમાંથી કાઢી મુકવા માગે છે, જેના માટે તેઓ મકાન માલિક પર દબાણ લાવી રહ્યા છે. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, મારા ઘરને ચારેબાજુથી પોલીસે ઘેરી લીધું છે, મને નજરકેદમાં કર્યો હોવાની સ્થિતિ ઉભી થઈ છે. જોકે હાર્દિકે 25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર બેસવાનો દાવો કર્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • 'મારા ઘરને પોલીસે ઘેરી લીધું છે, મકાન ખાલી કરાવવા મકાન માલિક પર દબાણ કરાવાય છે....'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.