નેતન્યાહૂએ PM મોદીને ખાસ જીપ આપી ભેટ, જાણો શું છે ખાસીયત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદીને એક ખાસ જીપ ભેટમાં આપી છે. આ જીપને નવી દિલ્લીથી ગુજરાતમાં મોકલી દેવાઈ હતી અને તે સુઈગામ પહોંચી હતી. જેને બાવળા ખાતેથી પીએમ મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂએ આ વાનને ખુલ્લી મૂકી હતી. આ જીપથી સમુદ્રનું ખારુ પાણી પીવાલાયક શુદ્ધ પાણી બનાવી શકાય છે.
આ મશીને કોઈ પણ ઋતુમાં કામમાં લઈ શકાય છે અને તેની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. આમશીનને બે માણસો ઑપરેટ કરી શકે છે.
આ જીપનું વજન 1540 કિલો છે. અને સ્પીડ 90 કિલોમીટર પ્રતિકલાકની માનવામાં આવે છે. આ મશીન કોઈ પણ પાણી લઈ શકે છે.
આ તે જીપ છે જેમાં પીએમ મોદી અને ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ મોદીના ઈઝરાયેલની યાત્રા દરમિયાન સવારી કરી હતી. નેતન્યાહૂએ પોતે આ જીપ ચલાવી મોદીને ઓલગા બીચ પર સવારી કરાવી હતી.
જણાવી દઈએ કે આ જીપની કિંમત 3.9 લાખ શેકેલ છે. એટલે કે 70 લાખ રૂપિયા છે. જે ખારા પાણીને પીવા લાયક બનાવે છે. આ જીપ જીએલમોબાઈલની છે.
આ જીપની ખાસ વાત આ છે કે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક શુદ્ધ પાણી બનાવે છે. પીએમ મોદીએ પણ આ જીપ દ્વારા ફિલ્ટર કરેલું પાણી પીધું હતું. હાલમાં સીમા ક્ષેત્રમાં સેનાના જવાનો માટે આ જીપ દ્વારા પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.
કંપનીના વેબસાઈટ અનુસાર, આ જીપ ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને કોઈ એક સ્થળ પર સેટ-અપ કરવાની આવશ્યકતા નથી. સાથે આ ઑટોમેટિક છે. જેથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.
મશીનમાં ખાસ વાત આ પણ છે તેને સેટ અપ કર્યા બાદ વધારે ખર્ચ નથી કરવો પડતો. આ મશીન આપમેળે વીજળી ઉત્પન્ન કરી લે છે.
આ મશીન દ્વારા શુદ્ધ કરવામાં આવેલું પાણી ડબ્લ્યૂએચઓ દ્વારા પ્રમાણીત થયેલું છે.
આધુનિક સુવિધાથી સજ્જ આ જીપ 20 હજાર લીટર જેટલું સમુદ્રનું ખારું પાણી અને 80 હજાર લીટર જેટલા નદીના ગંદા પાણીને એક દિવસમાં શુદ્ધ કરી શકે છે. આ જીપ દ્વારા નદી, તળાવ કે ખારૂ પાણી ધરાવતા બોરમાંથી પણ શુદ્ધ પાણી મેળવી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -