પતંગની દોરીથી ગળુ કપાતા મહેસાણાના યુવાનનું મોત, પાદરામાં બે વ્યક્તિ ગંભીર
માહિતી પ્રમાણે, મહેસાણાના ગોઝારિયા ચાર રસ્તાં પરથી એક 33 વર્ષીય યુવાન પસાર થઇ રહ્યો હતો. ત્યાં અચાનક ગળાના ભાગમાં પતંગની દોરી ફસાઇ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃ્ત્યુ પામેલો યુવાન મહેસાણાનો કલ્પેશ પટેલ છે.
અમદાવાદઃ આજે 14મી જાન્યુઆરી છે, રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવારને ભારે હર્ષોલ્લાથી લોકો ઉજવી રહ્યાં છે, પણ આ આનંદના ઉત્સવમાં શોક મોજુ ફરી વળ્યું છે. પતંગની દોરીએ એક 33 વર્ષીય યુવાનનો જીવ લઇ લીધો છે. મહેસાણા અને પાદરામાં ત્રણ યુવાનના પતંગની દોરીથી ગળા કપાયાના સમાચાર છે.
ઉપરાંત, રાજ્યમાં બીજો બનાવ વડોદરાના પાદરા નજીક બન્યો હતો. પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે સવારે બાઇક લઇને જતાં બે બાઇક સવારોને પણ ગળામાં દોરી ફસાઇ જતાં ગળુ કપાઇ ગયું હતું. જોકે, બન્નેને સારવાર અર્થે નજીકની વડોદરાની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બન્નેની સ્થિતિ ગંભીર હતી.