અમદાવાદની AXIS બેન્કમાં ઇનકમ ટેક્સનું સર્ચ ઓપરેશન, મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે જાણીતી જિલ્લા સહકારી બેંક ADC બેકમાં પણ EDની ટીમે કલાકો સુધી સર્ચ કરીને ઘણી વિગતો એકત્રિત કરી છે. જેની તપાસમાં પણ ઘણા ચોંકવનારા તથ્યો બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. સાથે સાથે અમદાવાદની પાંચ બેંકમાં પણ EDએ સર્ચ કર્યું હતું તેને પગલે પણ આ બેંકોના કર્મચારીઓ અધિકારીઓ સામે પગલાંની તલવાર તોળાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતરત જ આયકર વિભાગની ટીમે એસઆરપીની ટીમે સાથે AXIS બેંકની શાખામાં પહોંચીને સર્ચ શરૂ કર્યું હતું. કલાકો સુધી ચાલેલા સર્ચમાં બેંકના શંકાસ્પદ એકાઉન્ટની વિગતો તપાસાઇ હતી. મલ્ટી ટ્રન્જેક્શન તથા RTGS તથા ઘણા મોટા અને શંકાસ્પદ ટ્રાન્જેકશનની વિગતો આયકર વિભાગની ટીમે ચકાસી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે દિલ્હીની બેંકોમાં દરોડા પાડીના ઘણી બેંકોના કૌભાંડી કર્મચારીઓને ઝડપી લીધા છે. જેમાં દિલ્હીમાંથી AXIS બેંકના બે મેનેજર પણ ઝડપાયા હતા. આ ઘટના બાદ EDએ અમદાવાદની પાંચ બેંકોની શાખાઓમાં પણ સર્ચ કરીને ઘણા શંકાસ્પદ વ્યવહારોની વિગતો એકત્રિત કરી હતી. જેની તપાસ ચાલી રહી છે. હવે જાગૃત નાગરિકો આયકર વિભાગને ઇ મેઇલ કરીને બેંકોના ગોટાળાની ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદ આયકર વિભાગને AXIS બેંકમાં ચાલી રહેલા ગોટાળાની ફરીયાદ મેઇલ દ્વારા મળી હતી.
સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ મલ્ટીપલ એકાઉન્ટ અને મલ્ટી ટ્રાન્જેક્શનની ફરીયાદો મળતાં આ સર્ચ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય કોઇ બેંકની ફરિયાદો મળશે તો ત્યાં પણ આયકર વિભાગની ટીમ તપાસ કરશે.
અમદાવાદઃ નોટબંધી બાદ દેશમાં અનેક બેંકોમાં મોટાપાયે ગોટાળાની મળતી ફરિયાદો મળી હતી. હાલમાં સરકારે લોકોને આ પ્રકારના કૌભાંડ અને ગોટાળાની માહિતી ઈમેલ દ્વારા જણાવાવા કહ્યું હતું જેને પગલે આવકવેરા વિભાગને ચાર હજારથી વધારે મેઈલ મળ્યા છે. અમદાવાદ આયકર વિભાગને પણ મેમનગર ફાયરસ્ટેશન નજીકની મેમનગર AXIS બેંક બ્રાન્ચમાં ગોટાળા ચાલતા હોવાનો મેઇલ મળ્યા હતા. જેને કારણે આયકર વિભાગની ટીમે કલાકો સુધી AXIS બેંકમાં સર્ચ કરીને તેના શંકાસ્પદ એકાઉન્ટ અને ટ્રાન્જેક્શનની વિગતો ચેક કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -