અમદાવાદીઓને 4.36 કરોડનો ચૂનો લગાડી ફરાર આ યુવતી કોણ, બોલીવુડ-નેતાઓ સાથે હતો ઘરોબો, જાણો વિગત
અમદાવાદઃ મણીનગર પોલીસ સ્ટેશનમાં 4 કરોડ 36 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. મૈત્રેય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પ્રા.લી.ના સત્તાધીશો સામે આ ફરિયાદ નોંધાઇ છે, ત્યારે કંપનીના ચેરમેન ડિરેક્ટર વર્ષા સતપાલકર હાલ ફરાર છે. આ વર્ષાનો બોલીવૂડ-નેતાઓ સાથે ધરોબો હતો. જ્યારે મૈત્રેય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સના ડાયરેક્ટર જનાર્દન પારુલેકર હાલ મહારાષ્ટ્ર જેલમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ કૌભાંડ દેશવ્યાપી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીના ચેરમેન-ડિરેક્ટર વર્ષા સતપાલકર અને ડાયરેક્ટર જનાર્દન પારુલેકરે અમદાવાદના મણિનગરમાં પણ કંપનીની સબ બ્રાન્ચ ખોલી હતી. અહીં અનેક લોકોએ બે, ત્રણ, પાંચ વર્ષ લેખે થાપણો મૂકી પણ આખરે વ્યાજ કે પ્લોટ કંઇ ન મળતા પોલીસ ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે કંપનીના ચેરમેન ડિરેક્ટર વર્ષા સતપાલકર હાલ ફરાર છે, જ્યારે ડાયરેક્ટર જનાર્દન પારુલેકર મહારાષ્ટ્રની કોઇ જેલમાં બંધ છે.
મૈત્રેય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પ્રા. લી.ની ઓફિસ મણિનગર રેલવે સ્ટેશન પાસે આવેલી છે. આ કંપનીની ભારતભરમાં બ્રાન્ચો આવેલી છે અને આવી જ એક બ્રાન્ચ મણીનગર વિસ્તારમાં પણ છે. આ કંપની લોકો પાસેથી બે, ત્રણ, પાંચ વર્ષ માટે થાપણો લેતી અને ત્યારબાદ તે રકમનું વ્યાજ અને તેની સાથે પ્લોટ આપવાની પણ લોભામણી જાહેરાત કરાતી. છેલ્લા કેટલાય સમયથી આ કંપનીના માલિકોએ ભારતભરમાં પોતાનું નેટવર્ક બનાવ્યું અને અનેક શહેરોમાં થાપણોનાં નાણાં લઇ વ્યાજ ના ચુકવ્યું.
સૂત્રોના મતે આ કંપનીના માલિકોએ દેશભરમાં અબજો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. અનેક શહેરોમાં તેઓના કરોડો રૂપિયાના પ્લોટ અને જમીન પણ આવેલી છે. જો કે, હાલ તો મણીનગર પોલીસે આ કેસમાં નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષાની કેટલીક તસવીરો પણ મળી આવી છે, જેમાં તે લતા મંગેશકર, શ્રીદેવી, બોની કપૂર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ અને જાવેદ અખ્તર, કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત પણ અન્ય હસ્તીઓ સાથે તેનો ધરોબો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -