જસદણ પેટા ચૂંટણી: કુંવરજી બાવળીયા સામે કોંગ્રેસ 28મીએ ઉમેદવારની જાહેરાત કરશે?
જસદણમાં વર્ષોથી કોળીઓની બહુમતિ છે. ત્યારબાદ પાટીદારોની સંખ્યા નોંધપાત્ર છે. ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો કોળી સમાજના જ રહેવાના હોવાથી બન્ને વચ્ચે મત વહેંચાશે તેવું લાગી રહ્યું છે. આ તબક્કે પાટીદાર મતદારોની ભૂમિકા જ બેઠક જીતવા માટે મહત્ત્વની સાબીત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: રાજકોટ નજીક આવેલા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવારની 28મી નવેમ્બરે જાહેરાત કરે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ માટે આબરૂનો સવાલ બની ગયેલી આ બેઠક જીતવા માટે ભાજપે બે મંત્રીઓ, સાંસદો અને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને મેદાનમાં ઉતારી દીધા છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ પોતાની આ પરંપરાગત બેઠક જાળવી રાખવા માગે છે. જેથી કોંગ્રેસનાં ટોચના નેતાઓએ પણ અલગથી વ્યૂહ ઘડ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.
જસદણ વિધાનસભાની બેઠક પર કોળી મતદારોનુ પ્રભુત્વ છે. આથી કોંગ્રેસ પોતાનો કોળી ઉમેદવાર જ મેદાનમાં ઉતારશે એ નિશ્ચિત છે. બીજી બાજુ ભાજપ-કોંગ્રેસે એકબીજાના કાર્યકરો આગેવાનોને તોડવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં હજુ બીજું ઘણું જોવા મળશે.
જસદણની બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ બની રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેબીનેટ મંત્રી બનલા કુંવરજી બાવળીયાની કારકિર્દી પણ ચૂંટણીના પરિણામથી નક્કી થઈ જશે. આ બેઠક કોઈપણ ભોગે જીતવા માટે મુખ્યમંત્રીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે 20મી ડીસેમ્બરે મતદાન અને 23મીએ મત ગણતરી કરવામાં આવશે જેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યાર બાદ રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. બન્ને પક્ષોએ મીટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -