અમદાવાદ: યુવક-યુવતી પ્રભુતામાં પગલા પાડે તે પહેલાં જ સર્જાયો અકસ્માત, બન્નેનાં થયા મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક અને યુવતીની થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. તેઓ પ્રભુતામાં પગલા પાડી નવી જિંદગીની શરૂઆત કરે તે પહેલાં જ તેઓનો જીવન દિપ બુજાઈ ગયો છે.
જોકે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. તેમણે પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાબરમતી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખાનગી બસના ચાલકને પેરેલેટિક એટેક આવ્યો હોય અને અકસ્માત થયો હોય તેવું જાણવા મળ્યું છે. હાલ બસના ચાલકને પણ હોસ્પિટલ ખસેડાયો છે.
તે દરમિયાન પુરઝડપે આવી રહેલી વીજ કંપનીની એક બસના ડ્રાઈવરે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા તેણે યુવક અને યુવતીની સાઈકલને જોરદાર ટક્કર મારી હતી. જેમાં યુવક અને યુવતી ફંગોળાઈને દુર પડ્યા હતા. જેમાં તેમને માથામાં અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ થઈ ગયા હતા જોકે તેમનું મોત નિપજ્યું હતું.
23 નવેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યે અમદાવાદના એસ.જી.હાઈવે નજીક આવેલા ગોદરેજ સિટીમાં રહેતી અંદાજે 30 વર્ષીય સ્વાતી શર્મા નામની યુવતી અને અન્ય એક યુવક રોશન ઠાકુર સાયક્લિંગ કરવા નીકળ્યા હતા. તેઓ વૈષ્ણોદેવી સર્કલ નજીક અંડરબ્રિજ પાસેથી સાઈકલ પર પસાર થઈ રહ્યા હતા.
અમદાવાદમાં દિવસે ને દિવસે હીટ એન્ડ રન અને અકસ્માતની ઘટના વધી રહી છે. મોડી સાંજે વૈષ્ણોદેવી સર્કલ પાસે સાઈક્લિંગ કરી રહેલા યુવક અને યુવતીને બસના ડ્રાઈવરે ટક્કર મારતાં બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે વૈષ્ણોદેવી સર્કલ તેમજ સોલા સહિત રિંગરોડ પર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ બસનો ચાલક બસ મુકીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે સાબરમતી પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં મલાઈકા ગર્લ્સ ગેંગ સાથે જોવા મળી હતી. મલાઈકાએ આ પાર્ટીની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મલાઈકાની આ તસવીરો ફેન્સ પણ ખુબજ પસંદ કરી રહ્યા છે.