અમદાવાદઃ ભાજપના નેતા ભાનુશાળીને મારવા હત્યારાએ તમંચો કાઢ્યો ત્યારે તેમની સાથે વાતો કરતા મોરેએ શું કરેલું ?
મોરેએ પોલિસ તપાસમાં પહેલાં એમ જણાવ્યું હતું , તેઓ ગાંધીધામથી ટ્રેઇનમાં બેઠા તે પછી સૂઇ ગયા હતા અને દોઢ વાગે ટોઇલેટ જવા ઉઠયા ત્યારે તેમને હત્યાની જાણ થઇ હતી. જો કે ટ્રેઇનમાં ચેઇન પુલિંગ રાત્રે 12.55 વાગ્યે થયું હોવાથી પોલિસ સ્પષ્ટપણે માનતી હતી કે હત્યારાઓએ ભાગી જવા માટે જ ચેઇન પુલિંગ કર્યું હશે.
અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેનું જૂઠાણું પકડી પાડવામાં સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા પછી ફસ્ટ ક્લાસ કોચની કેબિનમાં તેમના એક માત્ર સહપ્રવાસી પવન મોરે હતા.
પોલીસે મોરેનું વોટ્સએપ ચેક કરતાં તે લાસ્ટ સિન 12.47 બતાવતું હતું. આ અંગે સવાલ પૂછવામાં આવતા મોરેએ કબૂલી લીધું હતું કે હત્યારા આવ્યા ત્યારે પોતે અને ભાનુશાળી બન્ને જાગતાં હતા અને વાતો કરતાં હતા. હત્યારા અંદર ઘૂસ્યા તે પછી તેમણે ભાનુશાળી સાથે વાત પણ કરી હતી.
હત્યારાએ તમંચો કાઢી ફાયરિંગ કર્યું ત્યારે મોરે ગભરાઈ ગયા હતા અને તેમણે માથે ચાદર ઓઢી લીધી હતી. હત્યા પછી મોરે એટલા ગભરાઇ ગયા હતા કે તેઓ લગભગ વીસ મિનિટ તો પડયા જ રહ્યા હતા અને તે પછી તેમણે ટીસીને હત્યા અંગે જાણ કરી હતી. પોલીસે આ વાતને સમર્થન નથી આપ્યું.