✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના નેતા ભાનુશાળીની હત્યાના સાક્ષી પવન મોરેનું જૂઠાણું કઈ રીતે ‘વોટ્સએપ’ના આધારે પકડાઈ ગયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 10:30 AM (IST)
1

પોલીસે ટેકનોલોજીના આધારે પવન મોરેનું જૂઠાણું પકડી પાડ્યું હતું. મોરેએ એ પછી પોલીસ સામે શું બન્યું તેની કબૂલાત ફટાફટ કરી હતી. મોરેની કબૂલાતમાંથી પોલીસને કેટલીક નક્કર વિગતો મળી છે અને તેને આધારે પોલીસ બહુ ઝડપથી આ કેસ ઉકેલશે તેવી આશા છે.

2

પોલીસને શંકા હતી કે, મોરે કંઈક જાણે છે તેથી પોલિસે આઇકાર્ડ ચેક કરવા માંગતા મોરેએ મોબાઇલમાં આધારકાર્ડ બતાવ્યું હતું. પોલીસે તેનું વોટ્સએપ ચેક કરતાં તે લાસ્ટ સિન 12.47 બતાવતું હતું. ભાનુશાળીનો મોબાઇલ ચેક કરતાં તે પણ આ જ સમય સુધી ઓનલાઇન હોવાનું જાણવા મળ્યું હતું.

3

અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને હજુ કોઈ મહત્વની કડી મળી નથી પણ આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેનું જૂઠાણું પોલીસે પકડી પાડ્યું છે. ભાનુશાળીની હત્યા પછી ફર્સ્ટ ક્લાસ કોચની કેબિનમાં તેમના એક માત્ર સહપ્રવાસી પવન મોરે હતા.

4

મોરેએ પોલિસ તપાસમાં પહેલાં એમ જણાવ્યું હતું , તેઓ ગાંધીધામથી ટ્રેઇનમાં બેઠા તે પછી સૂઇ ગયા હતા અને દોઢ વાગે ટોઇલેટ જવા ઉઠયા ત્યારે તેમને હત્યાની જાણ થઇ હતી. જો કે ટ્રેઇનમાં ચેઇન પુલિંગ રાત્રે 12.55 વાગ્યે થયું હોવાથી પોલિસ સ્પષ્ટપણે માનતી હતી કે હત્યારાઓએ ભાગી જવા માટે જ ચેઇન પુલિંગ કર્યું હશે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના નેતા ભાનુશાળીની હત્યાના સાક્ષી પવન મોરેનું જૂઠાણું કઈ રીતે ‘વોટ્સએપ’ના આધારે પકડાઈ ગયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.