ભાજપના નેતા ભાનુશાળીની હત્યા કરતાં પહેલાં હત્યારાઓએ તેમને શું કહેલું ? જાણો હત્યાને જોનારા સાક્ષીની જુબાની
હત્યારાઓએ જયંતિભાઈ ભાનુશાળી સાથે કચ્છી ભાષામાં વાત કરી હોવાથી કોઇ સ્થાનિક ગેંગની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ ફાયરિંગમાં વાપરવામાં આવેલી ગોળી 7.65 એમએમની હોવાથી આવી ગોળી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશની ગેંગ હોવાની આશંકા છે.
મોરેના જણાવ્યા મુજબ હત્યારા ભાનુશાળીને ઓળખતાં હતા અને તેમની જોડે કચ્છી ભાષામાં વાત પણ કરી હતી. હત્યા પછી મોરે એટલા ગભરાઇ ગયા હતા કે તેઓ લગભગ 20 મિનિટ તો પડયા જ રહ્યા હતા અને તે પછી તેમણે ટીસીને હત્યા અંગે જાણ કરી હતી.
અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને હજુ કોઈ મહત્વની કડી મળી નથી પણ આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેએ આપેલી માહિતીના કારણે પોલીસ ગૂંચવાઈ છે. ભાનુશાળીની હત્યારાઓને સહપ્રવાસી પવન મોરેએ જોયા હતા.
આ પ્રકારની બુલેટ આ રાજ્યોની ગેંગ જ વાપરતી હોવાથી એક યા બીજા પ્રકારે આ હત્યામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું પણ પોલિસ માની રહી છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગોળીથી ગુજરાતમાં ક્યાં ક્યાં હત્યા થઇ છે તે અંગે પણ તપાસ થઈ રહી છે.