હવે JIO ફોનથી ટીવી જોઇ શકાશે, જાણો શું છે સ્કીમ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2017 12:13 PM (IST)
1
જીયો ફોન ધારકને ખાલી રૂ. 153માં આખો મહિનો ધનાધન ઓફરનો લાભ મળશે. આ જિયો ફોનને ટીવી સાથે જોડી શકાશે. જેના માટે મહિને 309 ચૂકવીને ચેનલો જોઇ શકાશે. નોંધનીય છે કે, જીયો ફોન લોંચ થયા પછી તેઓ ડીટીએચ સેવા લોન્ચ કરવાના છે, તેવા મેસેજ વાયરલ થયા હતા અને જીઓ ડીટીએચની અમૂક તસવીરો પણ વાયરલ થઈ હતી. જોકે, આ અંગેની સત્યતા પૂરવાર થઈ નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 40મી એજીએમમાં મુકેશ અંબાણીએ મફતમાં 4જી ફોન આપવાની જાહેરાત કરી છે. આ ફોનથી હવે ટીવી પણ જોઇ શકાશે. જોકે, આ માટે અલગથી ચાર્જ કરવાનો રહેશે. આજે લોન્ચ કરેલા 4જી ફિચર ફોન માટે 1500 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવશે. જો કે આ ડિપોઝિટ 3 વર્ષમાં ગ્રાહકને પરત આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -