સિંગર કિંજલ દવેની ભારે ઠાઠમાઠથી સગાઇ, તેના મનનો માણીગર છે અમદાવાદનો, જાણો વધુ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Apr 2018 11:06 AM (IST)
1
અમદાવાદ: 'ચાર ચાર બંગડીવાળી ગાડી'થી ફેમસ થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેની ગઈ કાલે તેના વતન જેસંગપરામાં ભારે ઠાઠમાઠથી સગાઈ કરી હતી. અખાત્રીજના શુભમૂહુર્તમાં તેની સગાઈ મૂળ પાટણના અને હાલ અમદાવાદમાં રહેતા પવન જોષી સાથે કરવામાં આવી હતી. પરિવારજનો અને મિત્રોની હાજરીમાં રિંગ સેરેમેની યોજાઈ હતી.
2
3
4
5
6
7
મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના પવન જોષી પોતાના પિતાનો ધંધો બેગલુરુમાં હોવાથી ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. જોકે, થોડા સમયથી તેઓ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પવનનો પરિવાર સરિયદ ગામમાં ખાસ પ્રસંગે જ જતો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.
8
સગાઈ વિધિમાં સગાસંબધી અને બંનેના પરિવાર હાજર રહ્યા હતા. સગાઈની સેરેમેની થઈ રહી હતી ત્યારે પવન અને કિંજલની શાહી ઠાઠથી સગાઈ સ્થળે પહોંચ્યા હતા.