રાજ્યમાં હિટવેવ, અમદાવાદમાં હજુ 24 કલાક ગરમીનું જોર રહેશે, 45 ડિગ્રીની શક્યતા
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, ગરમ પવનોની અસરોથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધીને 41.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધીને 25.1 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી અકળાવી મૂકતા બફારાની સાથે દિવસ દરમિયાન માથું ફાડી નાંખે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં હિટવેવ શરૂ થઇ ગયો છે. ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોને લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું જેના કારણે પવનની દિશા બદલાઇ અને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોની અસરોથી હિટવેવથી સર્જાયું છે. બુધવારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો.
સમગ્ર રાજ્યમાં 42.9 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવથી ગરમીનો પારો 45 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવથી ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
રિપોર્ટ અનુસાર, હજુ આગામી 24 કલાક અમદાવાદમાં ગરમીનું જોર યથાવત્ રહ્યાં બાદ ગરમીમાં ઘટાડો થશે. જેમાં 20થી 22મી એપ્રિલ દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહ્યા બાદ 23 એપ્રિલથી ગરમી વધવાની શક્યતા છે.
પાશ્ચાત્ય વિક્ષેપ ભૂમધ્ય પ્રદેશમાં ઉદભવતું એક ઉચ્ચ ઉષ્ણકટીબંધીય વાવાઝોડું છે. આ વાવઝોડું સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્ર અને અેટલાન્ટિક મહાસાગર પર ઉતરી આવે છે અને વાતાવરણનાં ઉપલા ભાગમાં ચક્રવાત ઊભો કરે છે. ઉત્તર-પશ્ચિમ ભારતનાં અચાનક વરસાદ લાવે છે.
ગરમ પવનોની અસરોથી સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 41.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -