ગુજરાત સરકારના ક્યા પ્રધાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ? જાણો શું છે તકલીફ ?
સોલંકી ગુજરાતમાં કોળી સમાજના ટોચના અને લોકપ્રિય નેતા છે.
થોડા દિવસો પહેલા મંત્રીમંડળમાં સારું ખાતું આપવા મામલે સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું હતું. જો આ સમય મર્યાદામાં તેમની માંગણી નહીં સતોષાય તો ભાજપ સામે બગાવત કરવાની ચીમકી આપી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી નેતા મંત્રી પરષોતમ સોલંકીની તબિયત ફરી એક વખત બગડી છે. બ્લડસુગર વધી જવાના કારણે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સોલંકીને રૂપાણી કેબિનેટમાં સારૂં ખાતું ના મળતાં નારાજ થયા હતા અને આ નારાજગીને લીધે તેમણે છેક છેલ્લે ધારાસભ્યના શપથ લીધા હતાં. એ પહેલાં તેમણે મુખ્યમંત્રી રૂપાણીને મળીને સારૂં ખાતું આપવા પણ માંગ કરી હતી અને ભાજપે તેમની માગં સંતોષવા આશ્વાસન આપ્યું હતું.