કુંવરજીને વિપક્ષનેતા પદ ન મળતા કોળી સમાજે બોલાવી બેઠક, જાણો શું છે મુદ્દો?
વિપક્ષના નેતા તરીકે કુંવરજી બાવળીયાની વરણી ન થતા રાજકોટ કોળી સમાજમાં ભારે રોષ છે. અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા તમામ રાજ્યોના ખોલી સમાજના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીને પત્ર લખીને અમદાવાદ ખાતે અરજન્ટ મીટિંગમાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા બનાવવા માટે કુંવરજી બાવળીયાએ દાવેદારી નોંધાવી હતી. જોકે, કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે પાટીદાર નેતા પરેશ ધાનાણીનું નામ જાહેર કરતાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે. કોળી સમાજે આગામી 10મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે અરજન્ટ મીટિંગ બોલાવી છે. જેમાં રાષ્ટ્રીય કોળી સમાજના આગેવાનો હાજર રહેશે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમામ રાજ્યોના અખિલ ભઆરીતય કોળી સમાજના તમામ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીની એક અરજન્ટ મીટિંગ દસમી જાન્યુઆરીએ સવારે 11.30 વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગમાં રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને કરાતા અન્યાય પર ચર્ચા કરવામાં આવશે.
નોંધનીય છે કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા છે. આ મીટિંગ કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ બોલાવી છે. કોળી સમાજ આગામી સમયમાં આ મુદ્દે વિરોધ કરી શકે છે. નોંધનીય છે કે, કોળી સમાજના આગેવાન અને ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી પણ ખાતાની ફાળવણીને લઈને નારાજ છે, ત્યારે તેમની નારાજગીનો મુદ્દો પણ મીટિંગમાં ઉઠી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -