અમદાવાદઃ સંચાલકોએ વધારે ફી લેવા કહેતાં આ પ્રિન્સિપાલ યુવતીએ છોડી નોકરી. જાણો હવે શું કરશે ?

મળતી વિગતો અનુસાર, રાજીનામું આપ્યા બાદ આચાર્ય હવે શાળાઓ ફી નિર્ધારણ સમિતિના કાયદાનો ચુસ્ત રીતે અમલ કરે તે માટે વાલીઓની લડતમાં સાથે જોડાવવાનું નક્કી કર્યું છે. ૧૨મી જાન્યુઆરીએ વાલીમંડળે શાળાઓ દ્વારા ઉઘરાવાતી બેફામ ફીનાં વિરોધમાં બંધનું એલાન આપ્યું છે.
વધુમાં મોના રાવલે કહ્યું કે, ગેરકાયદે ફી ઉઘરાવવામાં આવે તેની વાત કોઇને નહીં કરવાની સંચાલકોએ તાકીદ કરી હતી. પરંતુ મેં કોઇપણ સંજોગોમાં વાલીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે નારાજ થયેલા સંચાલક મને માનસિક ત્રાસ પણ આપતા હતા. હવે હું વાલીઓની લડતમાં સાથે છું.
શાળામાંથી રાજીનામું આપનારા મોના રાવલે આ વિરોધને પોતાનું સમર્થન આપ્યું હતું છે અને કહ્યું હતું કે, કેઆરકેવીના સંચાલકોએ મને ગેરકાયદે અને વધારે ફી લેવાની ફરજ પાડી હતી. મેં સરકારે નક્કી કરેલી ફીનો ડ્રાફ્ટ સંચાલકોને આપ્યો હતો. આમ છતાં મને વધારે ટયૂશન ફી લેવા માટેનું દબાણ કરાતું હતું.
અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી કેઆરકેવી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધુ ફી ઉઘરાવવાનું દબાણ કરતા સ્કૂલના પ્રિન્સિપાલ મોના રાવલે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. સ્કૂલના સંચાલકો આચાર્યને વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાની ફરજ પાડતા હોવાના કારણે તેમણે આ પગલું ભર્યું હતુ.