અમદાવાદઃ યુવકને શેઠની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાથી થઈ હત્યા, મદદગારોની જામીન અરજીમાં શું આવ્યો ચુકાદો?
ગંભીર રીતે ઘવાયેલા કૃણાલને તેઓ ઘરે મુકવા ગયા હતા અને ઘટના સ્થળેથી તેની પત્ની મનિષાએ લોહીના ડાઘા લુછ્યા હતા તથા પુરાવાનો નાશ કર્યો હતો. ત્યારે બન્ને આરોપીઓનો ગુનામાં સક્રીય રોલ છે ત્યારે આવા આરોપીઓને જામીન ન આપવા જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીઠાખળી ગામમાં આવેલી ઓનડોટ કુરિયરની ઓફીસમાં સંચાલકને તેની પત્ની અને કૃણાલ ભાટી વચ્ચે આડા સંબંધો હોવાની શંકા ગઈ હતી. આ માટે ઓફીસમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. સીસીટીવી રેકોર્ડીંગ તપાસવા શોધ્યું ત્યારે DVR ન મળતાં ઘરેથી લઈ જઈ ઢોર માર મારવામાં આવતાં કર્મચારી કૃણાલ ભાટીનું મૃત્યુ નિપજ્યું હતું.
અમદાવાદઃ વાડજમાં રહેતા કૃણાલ ભાટી નામના યુવકની સંચાલકની પત્ની સાથે આડા સંબંધોની શંકાના કારણે ઢોર માર મારીને હત્યા કરવાના કેસમાં ઝડપાયેલા પતિ-પત્નીએ જામીન માટે અરજી કરી હતી. જો કે, એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે, પતિ મહેલુ વસાવા મરનારને ઘરે બોલાવા ગયો હતો અને તેને માર મારી હત્યા કરી હતી. હત્યા બાદ પત્ની મનિષાએ પુરાવાનો નાશ કરવામાં મેહુલની મદદ કરી હતી જેથી ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને જામીન આપી શકાય નહીં.
આ કેસમાં પોલીસે મેહુલ સુરેશભાઇ વસાવા અને તેની પત્ની મનિષાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી બન્નેએ જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આખા કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, મરનાર અને મેહુલ બન્ને મિત્રો હતા હત્યામાં કોઇ જ રોલ નથી તેથી જામીન આપવા જોઇએ. જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આખીય ઘટના મેહુલની ઓફિસે બન્યો છે અને મેહુલ જ મરનારને ઘરે લેવા આવ્યો હતો તથા ફટકાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -