અમદાવાદની લેડી ડોક્ટર PSIને કહ્યું, તું મને અડે છે, હું કોણ છું તને ખબર છે?
ત્યારે તે ટીમના પ્રકૃતિ નટવરલાલ ચૌધરીને ટોળામાંથી કોઈ એકનો ધક્કો વાગ્યો હતો ત્યારે તેણે પીએસઆઈ જલવાણીને કહ્યું હતું કે, તું મને અડે છે, હું કોણ છું તને ખબર છે? હું આસિસ્ટન્ટ કમિશનર છું. તેમ કહી અંગ્રેજીમાં ‘હાઉ ડેર યુ ટચ મી’ કહી બૂમા બૂમ કરી મૂકી હતી. તેની સાથેનાં ભાગ્યશ્રીબેન ચૌધરી પણ પોલીસને તમે તેમ બોલવા લાગ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈસનપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.જી. જલવાણીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, શુક્રવારે કાંકરિયાના માછલીઘર પાસે બેરિકેટિંગ મૂકી રહ્યા હતા. તે જગ્યા ખાલી કરવા લોકો સહિત ફરજ પરના 5થી7 ડોક્ટરોને ખસવાનું કહ્યું હતું.
અમદાવાદ: કાંકરિયા કાર્નિવલમાં ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કાંકરિયાની પાળી પાસે ઊભા રહીને લેસર શો નિહાળતાં લોકોને દૂર કરતાં હતા ત્યારે મેડિકલ ટીમની મહિલા ડોક્ટરની ટીમ પૈકીની એક મહિલાને પીએસઆઈનો ધક્કો વાગતાં તેણે પોતાની ઓળખ આસિસ્ટન્ટ કમિશનર તરીકે આપી હતી ત્યાર બાદ મંત્રી પાસે ફોન કરાવી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે પીએસઆઈએ મણીનગર પોલીસ સ્ટેશનમાં બે મહિલા તબીબ સામે ફરિયાદ નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -