અમદાવાદ:'યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝશન ' દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટેના કાયદા મુદ્દે યોજાયો સેમિનાર
અમદાવાદઃ 'યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝશન ' (વાયફ્લો ) અમદાવાદ દ્વારા 'આઈ આઈ એમ' ખાતે ' મહિલા ઉદ્યોગ સાહસિકો માટેના ‘કાયદા' વિષેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વાયફ્લોના સભ્યો સાથે અમદાવાદના મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યવસાયિકોએ ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાયદા નિષ્ણાંત નમ્રતા ત્રિવેદીના મતે મહિલાઓનું કાયદાના જ્ઞાન દ્વારા સશક્તિકરણ થવું જોઈએ. આધુનિક જમાનામાં વધુને વધુ મહિલાઓએ વ્યવસાયમાં આગળ વધવા સાથે સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ.
કાયદા નિષ્ણાંત હિરલ ત્રિવેદીએ વાયફ્લો અમદાવાદના કાર્યોના વખાણ કરતા કહ્યુ હતું કે શરૂઆતથી જ વાયફ્લો અમદાવાદ મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે. આ વખતે કાયદા અંગેના સેમિનારથી મહિલાઓની સામાન્ય કાયદા અંગેની સમજ વધશે તેમજ તેઓને સ્વનિર્ભર અને સન્માન સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરશે.
જાણીતા કાયદા નિષ્ણાંત હિરલ ત્રિવેદી અને નમ્રતા ત્રિવેદીએ આ વિષયના વાર્તાલાપ દ્વારા મહિલાઓને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી.
અમદાવાદના ચેરપર્સન શ્રીયા દામાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લગભગ 75% મહિલાઓ તેઓના વ્યક્તિગત અને વ્યવસાયિક અધિકારો વિષે જાણતી હોતી નથી. અમારા માટે જરૂરી છે કે અમે અમારા મહિલા ઉદ્યોગ સાહસિકોને આ અંગે જાગૃત કરીએ જેથી તેઓ વિકાસ કરી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -