હવે ગુજરાતમાં દારૂ પીવો મોંઘો થયો, પરમીટ પણ થઈ મોંઘી, જાણો વિગત
સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 19,06,58,484 રૂપિયાનો દેશી અને વિદેશ દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત 20,95, 482 રૂપિયાના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદ શહેર નશીલા પાદર્થનું હબ બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, મુંબઈ વિદેશ દારૂ નિયમો, 1953ના નિયમ-65 પ્રમાણે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ 26 એરિયા મેડિકલ બોર્ડ કાર્યકરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ છ એરિયા બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં કલમ 44 પ્રમાણે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે દારૂની પરમીટની વ્યવસ્થામાં કેટલિક ક્ષતિઓ હોવાનું સ્વીકાર્યું હતું. સાથે એવું પણ કહ્યું હતું કે, કેટલાક લોકો ખોટી રીતે દારૂની પરમીટ મેળવી લેતા હતા.
ગૃહમંત્રીએ વિધાનસભામાં દારૂની પરમીટના ફોર્મથી લઈને પરમીટની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હાલ પરમીટના ફોર્મની ફી રૂપિયા 50 લેવામાં આવતી હતી તેમજ આરોગ્ય તપાસ ફી તરીકે રૂપિયા 500 લેવામાં આવતા હતા. નવી જાહેરાતમાં પરમીટ ફોર્મ ફી રદ કરવામાં આવી છે, તેમજ પરમીટ પ્રોસેસ ફી પેટે રૂપિયા 2000 લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય તપાસ ફીને વધારીને રૂપિયા 2000 કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લીકર હેલ્થ પરમીટની નીતિની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં કેટલાંક લોકો ખોટી રીતે દારૂની પરમીટ મેળવી લેતાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -