રાજદ્રોહ કેસઃ કોર્ટે અલ્પેશ કથીરિયાની જામીન અરજી ફગાવી, જાણો શું છે મામલો
અમદાવાદઃ રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અલ્પેશ કથીરિયાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેનો ચૂકાદો આપતા કોર્ટે અરજીને ફગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ સરકારે રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે. તપાસ હજુ બાકી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આ કેસના અન્ય આરોપીઓના પણ અંડરટેકિંગ સેશન્સ કોર્ટે નામંજૂર નહોતા કર્યા.
તપાસનીશ અધિકારી જે.એસ.ગેડમે કોર્ટમાં એફિડેવીટ કરીને આ દાવો કર્યો છે. રાજદ્રોહના ગુનામાં ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ પછી ધરપકડ કરીને ગયા સપ્તાહે જેલમાં મોકલી આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ કાયમી જામીન માટે અરજી કરી હતી.
બીજી તરફ અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એફિડેવીટ કરી છે. કથીરિયાને જામીન અપાય તો સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે તેમ છે અને ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર નહીં રહે તેમ એફિડેવિટમાં જણાવાયું છે.
બીજી તરફ અલ્પેશના વકીલે દલીલ કરી હતી કે, અલ્પેશ રાજ્યમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી. જે જે બનાવો પર સરકાર આધાર રાખે છે તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો પોતે કોઈ હિંસા ફેલાવી નથી. ક્રિમિનલ કોન્સપિરન્સીની સરકારની રજૂઆત પાયાવિહોણી છે. તે સિવાય અલ્પેશ ભાગેડુ નહોતો અને એ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. સરકારે એ પણ પોતાની એફિડેવિટમાં એ ભાગેડુ હતો એવુ કીધુ નથી ફક્ત કાગળ પર જ તેને ભાગેડુ બતાવવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -