લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપે કયા સાંસદોને કર્યા રિપિટ, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Apr 2019 07:57 AM (IST)
1
અમદાવાદઃ ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાની સાથે 26 બેઠક પર ઉમેદવારો નામ સામે આવી ગયા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઈ એસ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર બે પાટીદાર નેતા સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયાના નામ ચર્ચામાં હતા. આ બાજુ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. હવે અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલ અને હસમુખભાઈ પટેલ વચ્ચે એટલે કે બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ રહશે.
2
ભાજપે ગુજરાતમાં રિપિટ કરેલા સાંસદોનું લિસ્ટ
3
ભાજપે ગુજરાતની 26 પૈકી અડધાથી વધારે સીટ પર ઉમેદવારોને ફરી તક આપી છે. જ્યારે બે વર્તમાન ધારાસભ્યોને પણ લોકસભા ટિકિટ આપી છે.