કરોડોનું કોલ સેન્ટર કૌભાંડઃ રીમા 15 વર્ષથી અમદાવાદ રહેતી, ગુજરાતી બિઝનેસમેન સાથે થયાં છે લગ્ન
રીમાના પતિનો બિઝનેસ બંધ થતાં છેલ્લા એક વર્ષથી રીમા પોતાના ભાઈ સાગર સાથે જોડાઈ હતી. સાગરના બિઝનેસમાં નાણાંને લગતી બાબતો તે સંભાળતી હતી તે સ્પષ્ટ છે. સાગર અને રીમા બંને દુબઈ ભાગી ગયાં હોવાનું મનાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીમા છેલ્લાં 15 વર્ષથી અમદાવાદમાં જ રહે છે અને તેનાં લગ્ન એક બિઝનેસમેન સાથે થયાં હતાં. રીમાના પરિવાર વિશે આ સિવાય બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી પણ તેના પતિએ પણ દેવાળું ફૂંક્યું હોવાની માહિતી પોલીસને મળી છે.
જો કે થાણે પોલીસે આપેલી વિગતો જુદું જ ચિત્ર ઉભું કરે છે. થાણે પોલીસે આપેલી વિગતો પ્રમાણે સાગર ઠક્કર મુંબઈમાં જ રહેતો હતો અને થોડાંક વર્ષો પહેલાં જંગી દેવું થઈ જતાં ભાગીને અમદાવાદ પોતાની બહેન રીમાને ત્યાં જતો રહ્યો હતો.
અમદાવાદઃ કરોડો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડમાં સામેલ સાગર ઠક્કર અને રીમા ઠક્કર વિશે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અગાઉ એવી વિગતો આવેલી કે સાગર છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે તેનો આખો પરિવાર અમદાવાદ આવી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -