✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પ્રેમિકા સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા યુવતી લગ્ન છોડીને ભાગી, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2016 05:06 PM (IST)
અમદાવાદઃ પ્રેમિકા સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા યુવતી લગ્ન છોડીને ભાગી, જાણો પછી શું થયું?
1

અમદાવાદઃ શહેરની બે યુવતીઓ એકબીજા વગર રહી ન શકતાં ભાગી ગઈ હતી. આ અંગે પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવતા યુવતીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, પરંતુ તેમની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં, પોલીસે તેમને રક્ષણ સાથે જવા દીધી હતી.

2

આ ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદના રામોલ વિસ્તારમા બે યુવતીઓ ઘરેથી નાસી ગઈ હતી. એક જ સમાજની યુવતીઓ સાથે ભાગી જતા પરિવાર રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધી યુવતીઓની શોધખોળ શરૂ કરી તો બન્ને યુવતીઓ વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો.

3

આમાંની એક યુવતીના ડિસેમ્બરમાં લગ્ન છે. પોલીસની શોધખોળ વચ્ચે બન્ને યુવતીઓ રહસ્યમય રીતે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમજ પોલીસ સમક્ષ લિવ-ઈન રિલેશનશીપનો કરાર રજૂ કર્યો હતો. એટલું જ નહીં આ યુવતીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેનો પરિવાર માનસિક અને શારિરીક ત્રાસ આપે છે. જેથી બન્ને મિત્રો વચ્ચે પ્રેમ હોવાથી બન્ને એકબીજા સાથે રહેવા માંગે છે.

4

આશ્ચર્યની બાબત છે કે એક યુવતીના લગ્નની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ યુવતી પોતાની પ્રેમિકા સાથે જીવન પસાર કરવા માંગે છે. આ યુવતીના કાયદેસરના લિવ-ઈન રિલેશનની કરારની કોપી પોલીસે સ્વીકારીને યુવતીઓને એક-બીજા સાથે રહેવાની મંજૂરી આપી, પરંતુ યુવતીઓને પરિવારનો ડર છે. જેથી પોલીસે યુવતીઓને પોલીસ રક્ષણની જરૂર હોય તો આપવાની આશા વ્યકત કરી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પ્રેમિકા સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા યુવતી લગ્ન છોડીને ભાગી, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.