260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ CID સમક્ષ કર્યું સરેન્ડર, જાણો વિગત
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાર્ગવીની ધરપકડ કરીને CID ક્રાઈમે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી 558 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે. હવે તપાસનો ધમધમાટ તેજ થતાં અનેક ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
આ સિવાય વિનય શાહની પત્નીના કુલ 6 ખાતા છે જેમાં 8,46,392 રૂપિયા જેટલું બેલેન્સ છે. જ્યારે દાનસિંહ વાળા અને અન્ય આરોપીઓના 11 ખાતામાં 29,70,213 રૂપિયા છે. જ્યારે વિનય શાહે તેના પુત્ર મોનિલ શાહના ડીમેટ ખાતાઓમાં 1,27,56,736 રૂપિયાનું બેલેન્સ છે.
આ ઉપરાંત પાલડીમાં તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે. 260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી-જુદી બેંકોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે.
અમદાવાદ: વિનય શાહ એન્ડ કંપની દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ભાર્ગવી શાહે CID ક્રાઈમ બ્રાંચ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતાં CID ક્રાઈમે તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની બે ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલર પણ જપ્ત કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -