આ રહી હાર્દિક પટેલના લગ્નની કંકોત્રી, જુઓ આખી કંકોત્રી
હાર્દિકે આ મુલાકાતમાં કહ્યું છે કે. મોટા ભાગે પ્રેમમાં છોકરો પ્રપોઝ કરે છે અને છોકરી જવાબ આપે છે પણ અમારા કેસમાં ઊંધું છે. હું શરમાળ પ્રકૃતિનો એટલે કિંજલે જ મને પ્રપોઝ કર્યુ હતું અને મેં માત્ર ઓ.કે. કહી દીધું હતું. તેની વાત સાંભળીને બીજું કશું બોલવાના મારા હોશ જ નહોતા.
આ વાતોમાં રસપ્રદ વાત એ છે કે, આ લવ સ્ટોરીમાં હાર્દિકની પ્રેમિકા કિંજલ પરીખે તેને પ્રપોઝ કર્યું હતું. હાર્દિક પટેલ અમદાવાદમાં કોલેજના પ્રથમ વર્ષમાં હતો અને કિંજલ ધોરણ 12માં ભણતી હતી ત્યારે બંનેએ પ્રેમનો એકબીજા સામે એકરાર કર્યો હતો.
હાર્દિક પટેલના પરિવારજનોએ લગ્ન હોવાથી કંકોત્રી લખવાની શરૂઆત કરી હતી. જેમાં સૌથી પહેલી કંકોત્રી ‘મેલડી માતાજી’ને લખી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હાર્દિક પટેલની આખી કંકોત્રી અહીં બતાવવામાં આવી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પહેલી વાર પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. હાર્દિક પટેલે જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની પ્રેમિકા કિંજલ પરીખ સાથે કઈ રીતે મુલાકાત થઈ અને બંને કઈ રીતે પ્રેમમાં પડ્યાં તેની વાત કરી છે.