✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેશ શાહના બ્લેકમની વિશે તેના સી.એ શેઠનાએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2016 10:47 AM (IST)
મહેશ શાહના બ્લેકમની વિશે તેના સી.એ શેઠનાએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત
1

બીજી તરફ મહેશ શાહને પોલીસની વરદી પહેરાવવા મામલે સોંપાયેલી તપાસનો રિપોર્ટ એસીપી દ્વારા આજે ડીસીપી ઝોન-7 વિધિ ચૌધરીને સોંપવામાં આવશે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. યુ. મશી દ્વારા આ વર્ધી પહેરાવાઈ હતી. જો કે ડીસીપી આ મામલે પીઆઈ સામે શું પગલાં લે છે તે રિપોર્ટ સોંપાયા બાદ ખ્યાલ આવશે.

2

અપ્પાજી અમીન એન્ડ કંપનીના સીએ શેઠનાએ જણાવ્યું હતું કે ઈન્કમટેકસ વિભાગે જયારે મહેશ શાહની પૂછપરછ કરી હતી ત્યારે એક જ કલાકમાં તેઓની પાસેથી નામ જાણી લીધાં હશે, કારણ કે ઈન્કમટેકસ સમક્ષ આટલા કરોડો રૂપિયાનું કાળું નાણું જાહેર કર્યું હોય તો તેઓનાં નામ ઈન્કમટેકસ વિભાગને તેઓએ આપવાં જ પડે અને નામ જાણ્યા વિના જવા ન દે.

3

કરોડોનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહના સી.એ. શેઠના આઈટી વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. મહેશ શાહ પાસેથી મળી આવેલા બે સિમકાર્ડમાં એક સિમકાર્ડમાં કે જે માજિદખાનના નામે રજિસ્ટર્ડ કરાયું છે અને પાલનપુરનું સરનામું છે તે કાર્ડ પરથી ૩૦ સપ્ટેમ્બર સુધી મહેશ શાહે સીએ શેઠના સહિત ખાસ લોકો સાથે વાતચીત કરી હતી. કાળું નાણું જાહેર કર્યા અગાઉ મહેશ શાહે ચારથી પાંચ લોકોને વારંવાર ફોન કર્યા હતા. જો કે આજે મહેશ શાહ મીડિયા સમક્ષ આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં તેઓએ કાળું નાણું કોનું છે તે જાહેર નથી કર્યું. આઈટી વિભાગને પણ પત્નીની તબિયત ખરાબ હોવાનું જણાવી પૂછપરછમાં સહકાર નથી આપ્યો.

4

અમદાવાદ: 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહનાં આ કાળાં નાણાં કોનાં છે તેની અનેક અટકળો વહેતી થઈ છે ત્યારે તેમના સીએ તેહમુલ શેઠનાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મહેશ શાહે આઈટીની પૂછપરછના પ્રથમ દિવસે જ કાળાં નાણાં કોનાં છે તેમનાં નામ ઈન્કમટેકસ વિભાગને આપી દીધાં હશે. ઈન્કમટેકસ વિભાગ કાળાં નાણાં કોનાં છે તેને જાણ્યા વગર મહેશ શાહને જવા ન દે. મહેશ શાહે બે અન્ય વ્યકિતઓના નામે સિમકાર્ડ વાપર્યાં છે અને તેઓની કોલ ડિટેઈલમાં નામાંકિત લોકોની સાથે ઘણી બધી વખત વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આઈટી વિભાગ પણ હવે આ તમામ લોકોની તપાસ બાદ પૂછપરછ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • મહેશ શાહના બ્લેકમની વિશે તેના સી.એ શેઠનાએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.