અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ માટે યુવકે ભર્યા 17 હજાર, યુવતીએ મળવા હા પાડી પછી શું થયું?
26 વર્ષીય યુવકે ફ્રેન્ડશીપ ક્લબના મેમ્બર બનવા માટે જાહેરતા વાંચી હતી. તેમાં લખ્યું હતું કે, ફ્રેન્ડશીપ એન્ડ નાઇટ એન્ટરટેઇન્મેન્ટ કરો અને પૈસા કમાવ. આ જાહેરાત વાંચીને તેમાં આપેલા નંબર પર તેને કોન્ટેક કર્યો હતો. જેના પર અંકિત મલ્હોત્રા નામની વ્યક્તિ સાથે વાત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવકે આ નંબર પર વાત કરતાં નિશા નામની યુવતી સાથે વાત થઈ હતી તેમજ તેણે પ્રાઇવસી કોડ માટે રૂપિયા 15,800 ભરવા જણાવ્યું હતું. આથી યુવકે યુવતીને મળવાની લાલચે આ રમક ભરી દીધી હતી. આ પછી તેને એક કોડ નંબર અપાયો હતો.
જોકે, યુવકે પોતાની પાસે હવે પૈસા જ ન હોવાનું કહેતા યુવતીએ હવે મળી નહીં શકાય તેમ જણાવી દીધું હતું. આમ, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેને આધારે પોલીસે તપાસ કરી ગત સોમવારે અંકિત મલ્હોત્રા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક સમય પ્રમાણે વસ્ત્રાપુર પહોંચી ગયો હતો. જોકે, યુવતી જણાવેલા સ્થળે ન આવતાં તેણે યુવતીને ફોન કર્યો હતો. યુવતીએ યુવકને સિક્યુરિટી એમાઉન્ટ પેટે 20 હજાર ભરવા પડશે, તેમ કહેતા યુવકે તેની પાસે આટલા રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું. આથી યુવતીએ તેને 10 હજાર ભરવા જણાવ્યું હતું.
અમદાવાદઃ શહેરમાં હોસ્ટેલમાં રહેતા અને એમફીલનો અભ્યાસ કરતાં યુવકે ધનિક મહિલા સાથે ફ્રેન્ડશિપ કરવા માટે 17 હજાર રૂપિયા ભર્યા પછી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.
આ પછી તેને કોઈ ગુજરાતી યુવતીનો મોબાઇલ નંબર અપાયો હતો. જેના પર વાત કરતાં યુવતીએ રાતે દસ વાગ્યે વસ્ત્રાપુર મળવા કહ્યું હતું અને ત્યાંથી ક્યાં જવું તે પછી નક્કી કરીશું તેમ કહ્યું હતું. આથી યુવક યુવતી મળવા માટે ઉત્સુક થઈ ગયો હતો.
અંકિતે યુવકને યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવી હોય તો મેમ્બરશીપ માટે 1650 રૂપિયા ભરવાનું જણાવ્યું હતું. આથી યુવકે આશ્રમ રોડ પર આવેલી એક બેન્કના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા. આ પછી અંકિતે યુવકને એક નંબર આપ્યો હતો અને તેના પર વાત કરવા જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -