ગુજરાતના કયા જાણીતા સિંગરના ફોટો સાથે ફેક FB એકાઉન્ટ બનાવી સ્વરૂપવાન યુવતીને ફસાવી પ્રેમજાળમાં?
અમદાવાદ: જાણીતા ગુજરાતી સિંગર રોહિત ઠાકોરના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને યુવકે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવીને છત્તીસગઢની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમમાં પાગલ યુવતી સાથે દગ્ગો થતાં તે અમદાવાદ આવી પહોંચી છે અને સાયબ્રર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહને ફેસબુક પર રોહિત ઠાકોર અને મોનાના મોર્ફ કરેલા ફોટો મૂક્યા હતા. રોહન લગ્નનું પ્રોમિસ આપીને છેતરપિંડી કરી રહ્યો હોવાની જાણ થતાં તે અમદાવાદ આવી હતી અને સાયબર ક્રાઇમમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમે આ મામલે મોનાની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.
એટલું જ નહીં, તેને બ્લડ કેન્સર હોવાથી યુએસ જવાનું થયું છે તેવું કહ્યું હતું. અચાનક રોહને બહાના બતાવવાનું શરૂ કરતાં કામિનીને તેના પર શંકા જતાં તેની તપાસ શરૂ કરી હતી, જેમાં તેને જાણવા મળ્યું હતું કે રોહને ફેસબુક પર જે ફોટોગ્રાફ્સ મૂક્યો છે તે ગુજરાતનો જાણીતો સિંગર રોહિત ઠાકોર છે.
છત્તીસગઢની કામિની(નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી છે. દોઢ વર્ષ પહેલાં ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવનાર રોહન રાજ રાજપૂત નામના યુવક સાથે મિત્રતા થઇ હતી અને પછી દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. આ પછી બંનેએ ૧પ ઓગસ્ટના રોજ લગ્ન કરવાનું પણ નક્કી કરી નાંખ્યું હતું. જોકે, લગ્નના બે દિવસ પહેલા રોહન રાજે કામિનીને ફોન કરી છત્તીસગઢ આવવાનો ઇન્કાર કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -