અમદાવાદના વેપારીએ મેટ્રોમોનિયલ સાઇટથી મુંબઈની યુવતી સાથે કર્યા લગ્ન, હકિકત જાણીને પગ નીચેથી ખસી ગઈ જમીન
આ પછી રાજુભાઈએ પિંકીને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. જોકે, પિન્કી સમજવા તૈયાર થઈ નહોતી. એટલું જ નહીં, પિંકીએ પોતાના દીકરાને મારી નાંખવાની ધમકી આપી મુંબઈમાં ફ્લેટ અને રૂપિયાની માગણી કરી હતી. આ અંગે રાજુભાઈ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, રાજુભાઈએ દીકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પિન્કીને માફ કરી દીધી હતી. જોકે, બે દિવસ પછી પિન્કીના મમ્મી-પપ્પા અમદાવાદ આવ્યા હતા અને રાજુભાઈ સાથે બબાલ કરી હતી. આ પછી પિન્કી દીકરાને લઈને મુંબઈ જતી રહી હતી.
પિન્કી તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. તે પોતાના પહેલાના લગ્ન અંગે વાત કરતી હતી. રાજુભાઈના જાણવા મળ્યું હતું કે, પિન્કીના લગ્ન તો થઈ જ ગયેલા છે અને તેને પહેલા પતિ સાથે છૂટાછેડા પણ લીધા નથી. રાજુભાઈ આ અંગે પિન્કી સાથે વાત કરતાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
વર્ષ 2013માં પિંકી અને તેનો પરિવાર અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમના રાજુભાઈ સાથે લગ્ન થયા હતા. લગ્નના બીજા વર્ષે તેમના ત્યાં દીકરાનો જન્મ થયો હતો. આમ, બંનેનો સંસાર સુખેથી ચાલતો હતો. પરંતુ એકવાર અચાનક ઘરે આવેલા રાજુભાઈ પત્નીની ફોન પરની વાત સાંભળની હતપ્રભ બની ગયા હતા.
શહેરના ચાંદખેડામાં ડિલવરીનો વ્યવસાય કરતાં રાજુભાઈએ વર્ષ 2013માં મેટ્રોમોનિયલ સાઇટની મદદથી મુંબઈની પિન્કી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પિન્કી પોતાના માટે મેચ થતાં તેમણે વાત આગળ વધારી હતી અને પિન્કીએ પણ સામે રિસ્પોન્સ આપતાં બંનેની તાત્કાલિક સગાઈ થઈ હતી અને ઘડિયા લગ્ન પણ લેવાઇ ગયા હતા.
અમદાવાદઃ અમદાવાદના એક વેપારીને મેટ્રોમોનિયલ સાઇટ પરથી મુંબઈની યુવતી સાથે લગ્ન કરવાનું ભારે પડી ગયું છે. લગ્નના ત્રણ વર્ષ પછી પત્નીની હકિકત સાંભળતાં જ વેપારીના પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ હતી. જોકે, આ ત્રણ વર્ષના દાંપત્ય જીવનમાં તેમને એક સંતાન થઈ ગયું હોવાથી તેમણે પત્નીને સ્વીકારી લીધી હતી. જોકે, હવે યુવતીએ પોત પ્રકાશતાં તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -